રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખ્યાતિ કાંડનો રેલો ગાંધીનગર સુધી, બિલ મંજૂર કરનારની શોધખોળ શરૂ

04:32 PM Nov 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીનાં મોત મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડને લઈને ક્રાઈમબ્રાંચ દ્વારા ગાંધીનગરમાં તપાસ શરૂૂ કરવામાં આવશે. તેમજ ખ્યાતિ હોસ્પિટલનાં બોગસ બિલ તાત્કાલિક મંજૂર કરનારની શોધખોળ હાથ ધરવામાં આવશે. તેમજ સરકારમાં ખ્યાતિ માટે કામ કરતા કર્મચારીઓની તપાસ કરવામાં આવશે. અને દર્દી હોસ્પિટલમાંથી બીલ મૂકાય કે ગાંધીનગરથી બિલ પાસ થઈ જતું હતું. ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ માટે 2 ટીમ કામે લગાડી છે.

ખ્યાતિ હોસ્પિટલના કાંડનાં જવાબદારોને પકડવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. ફરાર આરોપીઓને પકડવા અન્ય રાજ્યોની પોલીસની મદદ લેવાઈ રહી છે. તેમજ મોબાઈલ લોકેશનનાં આધારે પોલીસ ફરાર આરોપીઓને શોધી રહી છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પોલીસની મદદ લેવાઈ રહી છે. ત્યારે હોસ્પિટલનો સીઈઓ ચિરાગ રાજપૂત, રાહુલ જૈન ફરાર છે. તેમજ માર્કેટિંગનું કામ કરતો મિલિંદ પટેલ પણ ફરાર છે. જ્યારે અન્ય એક તબીબ ડો. સંજય પણ ગુમ છે.

ઉપરાંત માર્કેટિંગ મેનેજર મિલિંદ કેમ્પ માટે વિવિધ ગામના સરપંચની મદદ લેતો હતો. જેમાં કયા ગામમાં કેમ્પનું આયોજન કરવાનું છે જેવી બાબતોનું ધ્યાન મિલિંદ દ્વારા કરવામાં આવતું હતુ. ત્યારે સમગ્ર ઘટનામાં ખ્યાતિ હોસ્પિટલ અને સંચાલકોના બેંક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસ અને તપાસ અધિકારીઓ દ્વારા હોસ્પિટલના સ્ટાફની પૂછપરછમાં પણ મોટા ખુલાસા સામે આવ્યા છે.

ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોત મામલે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલમાં તપાસ હાથ ધરશે. સાથો સાથ અન્ય ફરાર આરોપીઓને પણ પકડવા તપાસ તેજ કરશે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે યુએન મહેતા હોસ્પિટલની મેડિકલ ટીમ પણ હાજર રહેશે. આ કેસમાં ઝડપાયેલા ડો.પ્રશાંત વજીરાણીને લોકઅપમાં સુવિધા આપનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઓ લાલસંગ સાગરદાનને સસ્પેન્ડ કરાયા છે.

Tags :
GANDHINAGAR NEWSgujaratgujarat newsKhyati scandal
Advertisement
Next Article
Advertisement