For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખ્યાતિ હોસ્પિટલે 6 મહિનામાં સરકારના 3.66 કરોડ ખંખેર્યા

11:44 AM Nov 13, 2024 IST | Bhumika
ખ્યાતિ હોસ્પિટલે 6 મહિનામાં સરકારના 3 66 કરોડ ખંખેર્યા
Advertisement

PMJAY યોજના હેઠળ 650 દર્દીની સારવારના બહાને નાણાં મેળવ્યા, 380 એન્જિયોગ્રાફી અને 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી કરી નાખી

2022માં પણ સાણંદમાં કેમ્પ યોજી કૌભાંડ આચર્યુ હતું, ત્યારે ગુનો પણ નોંધાયો હતો છતાં ફરીવાર સરકારી યોજનાનો લાભ અપાયો

Advertisement

અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટિકના ઓપરેશન બાદ બે દર્દીઓના મોત નિપજ્યા છે, અને પાંચ દર્દી ગંભીર છે. કારણ વગર કડીના બોરીસણા ગામના 19 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી અને તેમાના 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખીને PMJAYયોજનાનો લાભ લેવા માટે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાને ગંભીરતાથી લઈને સરકાર તપાસ કરી રહી છે. પરંતુ ખ્યાતિ હોસ્પિટલે અંગે એક મોટો ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલે છેલ્લા છ મહિનામાં આ રીતે ખોટી રીતે સારવાર, ઓપરેશન કરી કરીને સરકાર પાસેથી PMJAYયોજનાના 3.66 કરોડ રૂૂપિયા ખંખેર્યા હોવાની વાત સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલે કઈ સારવારના કેટલા રૂૂપિયા લઈ લીધા તેની તમામ વિગતો ખૂલી છે.

મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે છેલ્લા છ મહિનામાં સરકારમાંથી 3 કરોડ 66 લાખ 87 હજાર 143 રૂૂપિયા ઓઈયા કરી લીધા હોવાના પુરાવા હાથ લાગ્યા છે. 1 જૂન-2024થી લઈને 12 નવેમ્બર-2024 સુધીની વાત કરીએ તો કુલ 650 કેસમાં 3.66 કરોડ રૂૂપિયા લેવામાં આવ્યા છે. જેમાંથી 605 તો કાર્ડિયોલોજી કેસના જ 2.77 કરોડ લીધા છે. કુલ 45 સર્જરી પેટે રાજ્ય સરકારમાંથી 89.87 લાખની રકમ ઓળવી લીધી. તો છેલ્લા છ મહિનામાં 380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી પણ છ મહિનામાં કરી છે.

તો મૃતક સેનમા નાગરભાઈના જમાઈ પોપટ સેનમાએ જણાવ્યું કે, ગામમા હોસ્પિટલ તરફથી સ્ટાફ આવી 80-90 લોકોની તપાસ કરવામાં આવી હતી. બોરીસણા ગામના 19 લોકો ને સારવાર માટે એમ્બયુલન્સમા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતી. કુલ 19 માંથી 12 ની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં 12 માંથી બે દર્દીના મોત નિપજ્યા છે. સેનમા નાગરભાઈ અને મહેશ બારોટનું મોત નિપજ્યું છે. ઑપરેશન પહેલા હોસ્પિટલ તરફથી પરિવારને જાણ કરવામાં આવી ન હતી. તમામ લોકો અમદાવાદ આવ્યા એ પહેલા સ્વસ્થ હતા. આ ઓપરેશનના PMJAYયોજનામાંથી 1 લાખ 28 હજાર રૂૂપિયા કપાયા છે. ત્યારે સરકારી યોજનાનો ખોટો લાભ લેતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. દર્દીઓના મોત બાદ તેમના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલની વધુ એક ભૂલ છતી થઈ છે. અગાઉ પણ ખ્યાતિ હોસ્પિટલે માસુમોના ભોગ લીધા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કોભાંડ બીજીવાર સર્જાયું છે. વર્ષ 2022 માં પણ આજ કોભાંડ આચરવામાં આવ્યું હતું. સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ત્રણ દર્દીઓને હોસ્પિટલમાં લાવી સ્ટેન્ટ મુક્તા દર્દીનું મોત થયું હતું. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. ત્યારે ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આવુ જ કૌભાંડ આચરાયું છે.

ખ્યાતિ હોસ્પિટલનની ઘટના પર PMJAYડાયરેક્ટર યુ.બી.ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું કે, પીએમજેવાયના રૂૂપિયા લેવા માટે આ પ્રકારની ઘટના બની હોવાનું સરકારને પણ ધ્યાનમાં આવ્યું છે. આ અંગે તપાસ ચાલી રહી છે અત્યારે હોસ્પિટલના તમામ રૂૂપિયા હોલ્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આ હકીકતો સામે આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આ પ્રકારની ઘટનાઓમાં આવી હોસ્પિટલો સામે પગલા ભરવામાં આવે છે. અમારી કોઈપણ જાતની મંજૂરી સાથે હોસ્પિટલે સારવાર કેમ્પ કર્યો ન હતો.

ગુજરાત મેડિકલ એસો.એ ખુલાસો-દસ્તાવેજો માગ્યા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને ગુજરાત મેડિકલ એસોસિએશને પત્ર લખ્યો છે અને પત્ર લખીને હોસ્પિટલ પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. આ સાથે જ હોસ્પિટલને દર્દીઓની સારવારના કાગળો, દસ્તાવેજ મોકલવા પણ આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત મેડિકલ એસોસિએશને પત્ર લખીને હોસ્પિટલને રિપોર્ટ અને પુરાવા સાત દિવસમાં મોકલી આપવા આદેશ કર્યો છે. આ સાથે જ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન, માલિકનું નામ પણ મગાવ્યું છે તથા મેડિકલ એસોસિએશને ડોક્ટરોની માહિતી પણ મગાવી છે.

કિડનીના દર્દીની એન્જિયોગ્રાફી કરી સરકાર પાસેથી નાણાં લીધા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારનામું પણ સામે આવ્યું છે. તે જાણીને તમે ચોંકી ઉઠશો, હોસ્પિટલમાં એક દર્દી કિડનીનો દુખાવો હોવાના કારણે આવ્યો હતો તે દર્દીનું ડોકટરે એન્જીઓગ્રાફિ કરી નાખ્યું હતું. દર્દી રમેશભાઈ પટેલે જણાવ્યું કે પત્નીને છાતીમાં દુખાવાનું બતાવ્યા હતા પણ પત્ની પહેલા મારી જ એન્જીઓગ્રાફિ કરી નાખી હતી. આ સર્જરી માટે મને જાણ પણ કરવામાં આવી નહોતી તેવું દર્દી રમેશભાઈ પટેલે જણાવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલ મામલે પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે હવે બાકી રહેલા દર્દીઓની હાલત સ્વસ્થ છે, તેમને પણ ડીસ્ચાર્જ કરવામાં આવશે, હવે કોઈ દર્દીઓને લગભગ જોખમ નથી. ગામના સરપંચ અને સગાવ્હાલા સાથે પણ વાતચીત કરી છે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ તપાસના આદેશ આપ્યા છે અને સરકારે કાર્યવાહી કરવાની કીધું છે એટલે કાર્યવાહી કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement