ખુશ્બુ ગાયબ! ફોરેન ટૂરીસ્ટો ઘટતા ગુજરાત ચોથા ક્રમે
ટુરીઝમ ડિપાર્ટમેન્ટના અબજોના બજેટ છતા 5.32 લાખ પર્યટકો ઓછા આવ્યા, યુ.પી અને પશ્ર્ચિમ બંગાળ કરતા પણ ગુજરાત પાછળ
22.74 લાખ વિદેશી પર્યટકો 2024માં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ, એક વર્ષમાં દેશમાં સૌથી વધુ વિદેશી પર્યટકોની સંખ્યા ગુજરાતમાં ઘટી છે.
ટુરીઝમ ડીપાર્ટમેન્ટના અબજોના બજેટ છતા 5.32 ટુરીસ્ટ ઘટયા છે. 2023માં રાજ્યમાં 28.06 લાખ વિદેશી પર્યટકો આવ્યા હતા, તેમાં 5.32 લાખનો ઘટાડો થયો છે. તે સમયે ગુજરાત દેશમાં બીજા ક્રમે હતું, હવે ચોથા સ્થાને સરક્યુ છે.
મહારાષ્ટ્રે 37 લાખ વિદેશી પર્યટકો સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. સૌથી વધુ વિદેશી પર્યટકો મામલે પશ્ચિમ બંગાળ(31.24 લાખ) બીજા સ્થાને આવી ગયું છે. જ્યારે ઉત્તર પ્રદેશે (23.64 લાખ) ટોપ-5માં એન્ટ્રી કરી છે.
એક વર્ષમાં દેશમાં એકદંરે વિદેશી પ્રવાસીઓની સંખ્યા 1.92 કરોડથી વધીને 2.10 કરોડ થઇ છે. 9 રાજ્યમાં સંખ્યા ઘટી છે તો 20 રાજ્યમાં વધી છે.
2024માં દેશમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 2.10 કરોડને પાર થઇ છે. 2023માં 1.92 કરોડ વિદેશી ભારતમાં આવ્યા હતા. 2024માં દેશમાં 9 રાજ્યમાં કુલ 9.35 લાખ વિદેશી પ્રવાસી ઘટ્યા છે. જેમાં પંજાબ, મધ્ય પ્રદેશ, ઝારખંડ જેવા રાજ્ય સામેલ છે. જ્યારે બંગાળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત 20 રાજ્યમાં વિદેશી પ્રવાસીની સંખ્યા 25 લાખ વધી છે.