રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં આઠમા નોરતે મા ખોડલની મહાઆરતી

03:58 PM Oct 11, 2024 IST | admin
Advertisement

માતાજીના સ્વરૂપમાં સજજ થયેલી દીકરીઓ રથમાં બિરાજી: આતશબાજીથી અલૌકિક અને અદ્ભુત દૃશ્યો સર્જાયા

Advertisement

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાતભરમાં કૂલ 37 જગ્યાએ નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરના ચાર અલગ અલગ ઝોનમાં ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં દરરોજ હજારો ખેલૈયાઓ ગરબે ઘુમીને મા ખોડલની આરાધના કરી રહ્યા છે. ત્યારે તારીખ 10 ઓક્ટોબરના રોજ આઠમના નોરતે ચારેય ઝોનના નવરાત્રિ મહોત્સવમાં મા ખોડલની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને સાત દીકરીઓ માતાજીના વેશમાં પધારતા અદભુત અને અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.

રાજકોટ શહેરમાં આયોજિત શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- નોર્થ ઝોનમાં આઠમના દિવસે મા ખોડલની મહાઆરતી સાથે આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મા ખોડલ સહિત સાતેય બહેનોના વેશ ધારણ કરીને સાતેય દીકરીઓને રથમાં બેસાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજીના સ્વાગત માટે ખાસ નાસિક ઢોલની ટીમ દ્વારા ઢોલ અને ત્રાસા વગાડીને માતાજીના વધામણા કરવામાં આવ્યા હતા.
સાતેય માતાજી રથમાં બિરાજમાન થઈને સ્ટેજ સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ આતશબાજી કરવામાં આવી હતી. આમ સમગ્ર મેદાનમાં ભક્તિમય વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું.

આ તરફ શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- વેસ્ટ ઝોનમાં પણ આઠમ નિમિત્તે મા ખોડલની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સુશોભિત રથમાં માતાજીના વેશમાં સાતેય દીકરીઓ બિરાજમાન થઈને સ્ટેજ સુધી પહોંચી હતી અને ભવ્ય આતશબાજી કરતાં અલૌકિક અવકાશી નજારો જોવા મળ્યો હતો.
શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- ઈસ્ટ ઝોનમાં પણ આઠમા નોરતે માતાજીની મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ શણગારેલા રથમાં માતાજીના સ્વરૂૂપમાં સજ્જ થયેલી સાતેય દીકરીઓ બિરાજી ગ્રાઉન્ડમાં સૌને દર્શન આપ્યા હતા. ભવ્ય આતશબાજી સાથે આ રથ સમગ્ર ગ્રાઉન્ડમાં ફર્યો હતો અને ભગવા ધ્વજ લહેરાવી ખેલૈયાઓએ માતાજીના વધામણા કર્યા હતા. શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- સાઉથ ઝોનમાં પણ આઠમા નોરતે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ખેલૈયાઓ દેશભક્તિની થીમ પર ગરબે રમી માતાજીની આરાધનાની સાથે સાથે દેશભક્તિ પણ ઉજાગર કરી હતી.

Tags :
gujaratgujarat newsKhodaldhammahaaartirajkotrajkot news
Advertisement
Next Article
Advertisement