વીંછિયા પંથકમાં આવતીકાલે કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
જસદણ વિછીયા ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા તાલુકાના રેવાણીયા ખાતે તા 19 ના સવારે 9 કલાકે રૂૂ 1,27 કરોડના ખર્ચે બી,આર,સી ભવનનું ખાતમુહૂર્ત તથા સવારે 10 કલાકે કંધેવાળીયા ગામે રૂૂ 3,50 કરોડના ખર્ચે નવી બનેલ માધ્યમિક શાળાના બીલ્ડીગનું લોકાર્પણ તેમજ સવારે 11,30 કલાકે પાટીયાળી ગામે રૂ. 4,19,કરોડના ખર્ચે સરકારી માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવછે ત્યારબાદ બપોરે ત્રણ કલાકે મોઢુકા ખાતે 1.27 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે તારીખ 19, 7, 24 ના સવારે 9 વાગ્યા થી કાર્યક્રમ યોજાછે છેવાડાના માનવી સુધીની ચિંતા કરતી રાજ્ય સરકારે નાનામાં નાના ગામડા ની પણ નોંધ લીધી છે જેમાં સેવા આરોગ્ય શિક્ષણ પાણી વીજળી ખેડૂત ગરીબ તથા તમામને આવરી લેતી વિવિધ યોજનાઓ અમલમાં છે ત્યારે જસદણ વિછીયાના તપસ્વી ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયાના પ્રયાસોથી વીંછીયા તાલુકાના રેવાણીયા પાટીયાળી કંધેવાળીયા મોઢુકા જેવા ખોબા જેવડા ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બી આર સી ભવન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધ્યમિક શાળાનું નિર્માણ થયું છે તે બદલ પંથકની પ્રજા મંત્રી અને ધારાસભ્ય બાવળીયાના આભારી હોવાનું જણાવી રહ્યા છે રૂૂપિયા 10 કરોડથી પણ વધુ રકમના ખર્ચે બની રહેલ માધ્યમિક શાળા આરોગ્ય કેન્દ્ર સહિત વિવિધ પ્રકલ્પો ના બિલ્ડીંગનુ લોકાર્પણ ખાત મુહુર્ત જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પાણી પુરવઠો જળ સંપત્તિ અને ગ્રાહક સુરક્ષા અન્ન નાગરિક પુર્વઠાના બાબતના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવછે જેથી વિછીયા શહેર તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવા ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.