ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજ્યમાં 18.20 લાખ હેકટરમાં ખરીફ વાવેતર, 21.38 ટકા લક્ષ્યાંક પૂર્ણ

05:09 PM Jun 28, 2025 IST | Bhumika
Advertisement

85.57 લાખ હેકટરમાં વાવેતરનો લક્ષ્યાંક, સૌથી વધારે મગફળીનું 9.06 લાખ અને કપાસનું 7.57 લાખ હેકટરમાં વાવેતર: ચોમાસાની શરૂઆત ધમાકેદાર થતા ખેડૂતોમાં રાહત

Advertisement

ગુજરાતમાં ચોમાસાની ઋતુ એ કૃષિ માટે અત્યંત મહત્વપૂર્ણ સમયગાળો ગણાય છે. જૂનના મધ્યથી મેઘસવારીના આગમન સાથે સમગ્ર રાજ્યમાં ખેતીકામ જીવંત બની જાય છે અને ખેડૂતોની ખેતર ખેડવાની શરુઆત થઈ જાય છે. ચોમાસાની શરૂૂઆત સાથે ખરીફ પાકની વાવણીનો સઘન સમયગાળો શરૂૂ થાય છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં જમીનની બનાવટ, પાણીની ઉપલબ્ધતા અને આબોહવા જેવા પરિબળોના આધારે અલગ-અલગ પ્રકારના પાકોની વાવણી કરવામાં આવે છે.

ખરીફ પાકોમાં મુખ્યત્વે મગફળી, કપાસ, બાજરી, જુવાર, સાંયાબીન, તમાકુ, તુવેર અને મગની વાવણી થાય છે. ગુજરાતના કૃષિ તંત્ર માટે ખાસ કરીને મગફળી અને કપાસની વાવણી મહત્વ ધરાવે છે, કારણ કે તે રાજ્યની અર્થવ્યવસ્થાને પણ અસર કરે છે અને ખેડૂતો માટે આવકનું મુખ્ય સ્ત્રોત ગણાય છે.

ગુજરાતના વિવિધ વિસ્તારમાં ખરીફ સીઝનમાં જુદા જુદા પાકો વવાય છે, પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને મગફળી અને કપાસનું મોટાપાયે વાવેતર થાય છે. આ બંને પાકો માટે અહીંની જમીન, વરસાદી માહોલ અને ખેડૂતોએ વિકસાવેલી ખેતી પદ્ધતિઓ અનુકૂળ છે. ખાસ કરીને મગફળી માટે સૌરાષ્ટ્ર જાણીતું છે અને વર્ષોથી અહીં મોટી હદે મગફળીનું ઉત્પાદન થાય છે.

રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ દ્વારા 2025 માટે જાહેર કરાયેલા આંકડા અનુસાર, 23 જૂન સુધીમાં ગુજરાતમાં કુલ મળીને 85.57 લાખ હેક્ટર ક્ષેત્રફળમાં ખરીફ પાકનું વાવેતર થવાનું નિર્ધારિત છે. તે પૈકી અત્યાર સુધીમાં 18.20 લાખ હેક્ટરમાં વાવણી પૂર્ણ થઈ ચૂકી છે, જે લગભગ 21.38 ટકા થાય છે.

મગફળી માટે રાજ્યમાં કુલ 17.50 લાખ હેક્ટરનું લક્ષ્યાંક નક્કી કરાયું છે. જેમાંથી અત્યાર સુધીમાં 9.06 લાખ હેક્ટરમાં મગફળીની વાવણી થઈ ગઈ છે જે કુલ લક્ષ્યાંકના આશરે 51.75 ટકા થાય છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે મગફળીની વાવણી ખૂબ ઝડપથી થઈ રહી છે અને ખેડૂતો તેનો વધુ લાભ લેવા ઉત્સુક છે.

કપાસ ગુજરાત માટે ઔદ્યોગિક મહત્વ ધરાવતો મુખ્ય પાક છે. રાજ્યમાં કપાસનું કુલ લક્ષ્યાંક વિસ્તાર 25.34 લાખ હેક્ટર છે. જેમાંથી અત્યાર સુધીમાં લગભગ 7.57 લાખ હેક્ટરમાં કપાસની વાવણી થઈ ગઈ છે જે આશરે 29.90 ટકા થાય છે.

જૂનમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 30 ટકા પાણી પડ્યું
22 જિલ્લામાં સિઝનનો 25 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં સરેરાશ 257 મીમી વરસાદ સાથે મોસમી વરસાદનો 30% વરસાદ પડ્યો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC) ના ડેટા અનુસાર 7 જૂને સરેરાશ 7 મીમી વરસાદ પડ્યો હતો, જે દર્શાવે છે કે 20 દિવસમા રાજ્યમાં 250 મીમી વરસાદ પડ્યો હતો, જે મોસમના કુલ વરસાદના 28% છે. SEOC ડેટા દર્શાવે છે કે તે જૂન મહિનામા રાજ્યમાં ઓછામાં ઓછા છેલ્લા 10 વર્ષમાં જોવા મળેલો સૌથી જોરદાર ચોમાસું હતું.
ભારત હવામાન વિભાગ ના ડેટા અનુસાર આ વર્ષે 27 જૂન સુધી રાજ્યમાં સામાન્યથી વિદાય 135% અથવા બમણાથી વધુ હતી. રાજ્યભરમા સુરત, જામનગર અને ભાવનગર જેવા અનેક જિલ્લાઓમાં છેલ્લા 10 દિવસમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યના તમામ પ્રદેશોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, પરંતુ SEOC ડેટા દર્શાવે છે કે 34 માંથી 22 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં મોસમી વરસાદના 25% થી વધુ વરસાદ પડ્યો છે.

IMD ગુજરાતના ડિરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે ભારત માટે IMD ની લાંબા ગાળાની આગાહી (LRF) મા ભારતમા સામાન્યથી સામાન્યથી વધુ વરસાદનો સંકેત આપવામાં આવ્યો છે જે ગુજરાત માટે પણ સાચું હતું આ વર્ષે, આપણે અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી ફેલાયેલી સારી ચોમાસાની ખાડી જોઈ છે. રાજસ્થાન અને ગુજરાત પર ચક્રવાતી પરિભ્રમણથી રાજ્યને પણ ફાયદો થયો છે. આમ આ વર્ષે વરસાદ સામાન્ય કરતા પ્રમાણમાં વધારે છે તેમણે ઉમેર્યું હતું કે પરંપરાગત રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામા ગુજરાતમા વધુ વરસાદ અને ચોમાસાની પ્રવૃત્તિઓ થાય છે. આગામી થોડા દિવસો માટે રાજ્યના લગભગ તમામ પ્રદેશોમાં સારો વરસાદ પડવાની અપેક્ષા છે.

આ વર્ષે ચોમાસાનું આગમન દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં એક સાથે થયું હતું. ચોમાસાએ રાજ્યના મોટાભાગના ભાગને બે દિવસમાં આવરી લીધો - જે રાજ્ય માટે સૌથી ઝડપી કવરેજમાનો એક રેકોર્ડ છે.

 

Tags :
farminggujaratgujarat newsMonsoon
Advertisement
Next Article
Advertisement