રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયા: કાયદાનું ઉલ્લંઘન કરતાં શખ્સો સામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

12:16 PM Jan 29, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગત સાંજે પોલીસ અધિકારી તેમજ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વાહન ચોરી, ચીલ ઝડપ તેમજ લૂંટ જેવા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા કાયદાનો ભંગ કરનારા શખ્સો સામે ધાક બેસાડવા અંગેની કાર્યવાહીના ભાગરૂૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા પી.એસ.આઈ. એમ.આર. બારડ, આઈ.આઈ. નોયડા તથા ડી.જી. પરમાર અને સ્ટાફ દ્વારા અહીંના જોધપુર ગેઈટ, નગર ગેઈટ, ચાર રસ્તા, નવાપરા વિગેરે વિસ્તારો ઉપરાંત નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વાહન ચેકિંગ તેમજ પીધેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ ઝુંબેશથી કાયદો હાથમાં લેનારા શખ્સોમાં ફફડાટની લાગણી જોવા મળી હતી.

Tags :
gujaratgujarat newsKhambhaliyaKhambhaliya newsKhambhaliya Police
Advertisement
Advertisement