For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયા: બીએલઓને સોંપતી કામગીરી અને ધરપકડ વોરંટ સહિતના મુદ્દે આવેદન અપાયું

11:55 AM Nov 17, 2025 IST | admin
ખંભાળિયા  બીએલઓને સોંપતી કામગીરી અને ધરપકડ વોરંટ સહિતના મુદ્દે આવેદન અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આપવામાં આવેલા આહવાનને અનુલક્ષીને રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય ચૂંટણી અધિકારીને સંબોધીને બુથ લેવલ ઓફિસર તથા સુપરવાઈઝર તરીકે કાર્યરત શિક્ષકોની કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ લાવવા તથા વોરંટ પ્રથા સદંતર રદ કરવા ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Advertisement

જિલ્લામાં બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટી સંખ્યામાં કર્મચારીઓ આ આવેદન આપવા ઉપસ્થિત રહ્યા હતા. ધરપકડ વોરંટ પ્રથા રદ કરવા અને બીએલઓની ફરજની સમાન વહેંચણી આદેશ અમલમાં લાવવા, શિક્ષકો માટે અલગ બી.એલ.ઓ. કેડરની રચના કરવા, શિક્ષકોને અપમાનજનક વર્તનથી મુક્તિ આપવી, માનવતાપૂર્વકની પ્રક્રિયા કરવી, ડેટા એન્ટ્રીની કામગીરી અન્ય પાસે કરાવવી, શિક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબધ્ધતા જાળવવા સહિતની બાબતે રજૂઆતો કરવામાં આવી હતી.

આ મુદ્દાઓ સાથે શિક્ષકની ઉર્જાનો યોગ્ય ઉપયોગ વર્ગખંડમાં થઈ શકે તે માટે શિક્ષકો રાષ્ટ્ર નિર્માણની મહત્વની કડી હોય, શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા લાવી શકાય તે માટે સિંગલ શિક્ષકને આ કામગીરીમાંથી મુક્તિ આપવી અને જે શિક્ષકોના ધરપકડ વોરંટના આદેશ કરવામાં આવ્યા છે, તેવા વોરંટ ક્યારેય ન કરવાના મુદ્દાઓ આ આવેદનપત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક કલેક્ટરને જિલ્લા શૈ. મહાસંઘ ટીમ વતી આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બી.એલ.ઓ. અને માતૃશક્તિ જોડાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement