For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રાના ખાંભડા ગામે ભ્રષ્ટાચારની શંકા જતા પીવાની પાઇપલાઇનની કામગીરી બંધ કરાવી

11:36 AM Jun 14, 2025 IST | Bhumika
ધ્રાંગધ્રાના ખાંભડા ગામે ભ્રષ્ટાચારની શંકા જતા પીવાની પાઇપલાઇનની કામગીરી બંધ કરાવી

ધાંગધ્રા તાલુકાના ખાંભળા ગામે પીવાનું પાણી માટેની પાઇપલાઇન નાખવામાં આવતી ત્યારે આ પાઇપલાઇન નારીચાણા ધોળી થઈને આવતી હતી ત્યારે આ કામમાં નિયમ મુજબ એક મીટરથી ઊંડી પાઇપલાઇન નાખવાનું હોય ત્યારે દોઢ ફૂટ થી પણ ઓછી ઊંડી પાઇપલાઇન નાખી અને કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જિલ્લા પંચાયતના સભ્યને ધ્યાને આવતા તાત્કાલિક કામ બંધ કરાવી અને ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવતા ચકચાર મચી ગયો લોકોને પીવાની સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને કરોડો રૂૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે ધાંગધ્રા તાલુકાના ખાંભડા ગામ ધોળી અને નારીચાણા વચ્ચે પીવાની પાણીની માટેની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ કામમાં મોટા પાયા ભષ્ટ્રાચાર થતો હોવાનું જિલ્લા પંચાયતના સભ્ય વિક્રમસિંહ સોલંકીને ખબર પડતા તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને પાઇપલાઇનની કામગીરીનું નિરીક્ષણ કરી અને કેટલી ઊંડી નાખી છે અને આમ નિયમ મુજબ કામ નહીં થતું હોવાનું જણાવતા તાત્કાલિક જિલ્લા પંચાયતના સભ્ય વિક્રમસિંહ સોલંકી દ્વારા ઉચ્ચ અધિકારીને જાણ કરી અને સ્થળ ઉપરની માહિતી આપતા તાત્કાલિક કામ બંધ કરાવી અને કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી એક ફૂટથી ઊંડી પાઇપલાઇન નાખીને જ કામગીરી કરવામાં આવશે ત્યારે પંચાયતના સભ્યો વિક્રમસિંહ સોલંકી એ જણાવ્યું કે આ પાઇપલાઇનનું કામ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે અને ઉંચ અધિકારીને ફરિયાદ કરતા ઊંચ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આ પાઇપલાઇનનું કામ દોઢ ફૂટ નાખીને જેટલું કરવામાં આવ્યું હશે તો તાત્કાલિક તેનું કામ ફરીથી કરવામાં આવશે અને એક મીટર થી ઊંડી પાઇપલાઇન નાખીને યોગ્ય કામગીરી કરવામાં આવશે આમ કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવામાં આવે કારણ કે લોકોની પ્રાથમિક સુવિધા પાણી પૂરું પાડવાની હોવાથી આ માટે અમે તાત્કાલિક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement