For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાડા બૂરો…. નિર્દોષનો ભોગ લેવાયા બાદ મેયર જાગ્યા

04:38 PM Sep 13, 2024 IST | admin
ખાડા બૂરો…  નિર્દોષનો ભોગ લેવાયા બાદ મેયર જાગ્યા

શહેરભરમાં ગટરના ખાડા તાકીદે બૂરવાનો અને ભૂગર્ભ ગટરની ફરિયાદોનો નિકાલ તાત્કાલિક કરવાની ઇજનેરોને સૂચના

Advertisement

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અખબારી એજન્ટ વનરાજસિંહ જાડેજાનું મનપાની રોડ પરની ખુલ્લી ભુગર્ભ ગટરમાં અકસ્માતે ચાલુ વરસાદે ગબડી પડવાની ઘટના બાદ ગઇકાલે વનરાજસિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટનાથી શહેરની પ્રજામાં મનપા સામે જબરો આક્રોશ પેદા થયો છે. કોંગ્રેસે પણ આ બનાવ અંગે દુ:ખ વ્યકત કરી, બનાવ અંગે સંબંધીત કોર્પોરેટર્સ અને ડ્રેનેજ વિભાગના જવાબદારોનાં રાજીનામા માંગ્યા છે. બીજીબાજુ મેયર દ્વારા શહેરભરના ગટરનાં ખાડા, ખુલ્લી ભુગર્ભ ગટરના તાત્કાલીક ઢાંકણા મુકવાના આદેશો કર્યા છે.

ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા નિકળેલા મનપાના સતાધીશો ઉગ્ર રોષ વ્યકત કરી જાગૃત નાગરિકોએ સંબંધીતો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Advertisement

મનપાની ગંભીર બેદરકારી દર્શાવતા બનાવની વિગતો જોઇએ તો શહેરના ગાંધીગ્રામ વિસ્તાર વોર્ડ નં.1ના અક્ષરનગર મેઇન પર રહેતા વનરાજસિંહ ઉદેસિંહ જાડેજા (ઉ.60) ગત તા.3ની વહેલી સવારે અખબારોનું વિતરણ કરી પોતાના ઘરે પરત ફરતા હતા ત્યારે વરસાદી પાણીથી ભુગર્ભ ગટરનો મેઇન હોલ ભરાઇ જવાના કારણે ન દેખાતા તેઓ બુરી હાલતમાં ખાડામાં ફસાઇને ગબડતા બાઇકનું હેન્ડલ છાતીમાં વાગવાથી ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા.

જયાં થોડા દિવસોની સારવાર બાદ વનરાજસિંહ જાડેજાને હોસ્પીટલમાંથી રજા આપી દેવાઇ હતી પણ ફરી તબીયત બગડતા પ્રથમ ખાનગી અને ત્યારબાદ સિવિલ હોસ્પીટલમાં તેઓનું ગઇકાલે મૃત્યુ થયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement