દેહ અને આત્મા જુદા માનવા એજ સાધના: મહંત સ્વામી
મહંત સ્વામી મહારાજના રાજકોટ રોકાણની અંતિમ સભામા સત્પુરુષ દિનની ઉજવણી: વિદાય સભામાં ભકતો બન્યા ભાવવિભોર
તારીખ 8 જુલાઈ, સોમવારના રોજ રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલ અંતિમ વિદાય સભા, સત્પુરુષ દિન તરીકે ઉજવવામાં આવી હતી.
નનહિ દઉ જાવા રે, નાથ તમને…થ ભક્તિસભર ભાવના સાથે અંતિમ દિને પૂજાદર્શન માટે વહેલી સવારથી મંદિરનું પ્રાંગણ અનેક ભક્તોથી શોભી રહ્યું હતું. જેમનો પ્રેમ પ્રમુખસ્વામી મહારાજના પ્રેમની પ્રતીતિ કરાવે છે એવા મહંતસ્વામી મહારાજના રાજકોટ રોકાણના અંતિમ પૂજાદર્શન માટે હજારો ભક્તો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
પૂજામાં આજ રોજ સંતો ભક્તો દ્વારા ભગવાન સ્વામિનારાયણ અને ગુરપરંપરાના વિશિષ્ટ ભક્તિપદોની રજૂઆત કરવામાં આવી હતી. પ્રાત: પૂજા બાદ મહંતસ્વામી મહારાજે આશીર્વચનો આપતા જણાવ્યું હતું કે, નસ્વભાવ કેમ જાય, પોતાને ખટકો હોઈ તો જાય, પણ ખટકો એવો રહેતો નથી. બીજો ઉપાય શિક્ષા કરે તો જાય. મોટાનું નાના અપમાન કરે તો સહન કરવું, ખમવું એ જ ઐશ્વર્ય. જતું કરવું એજ પ્રતાપ. સત્પુરુષને જેવા અક્ષરધામમાં છે એવા અહી સમજાય તો આનંદ આનંદ થાય. આપણે માનીએ છીએ કે આપણે સમજી ગયા છીએ પણ અઘરું છે.
દેહ અને આત્મા જુદા માનવા એજ સાધના છે. આજ રોજ સાયંસભામાં નસત્પુરુષ દિનથની ઉજવણી કરવામાં આવી. સભામાં પ્રવેશતા આવનાર તમામ ભક્તોને પ્રસાદ તેમજ આરતી માટેની સામગ્રી કાર્યકરો દ્વારા આપવામાં આવી હતી. સભા કાર્યક્રમમાં મહંતસ્વામી મહારાજના સેવક સંતોએ વિશિષ્ટ પ્રસંગોની સ્મૃતિઓ કરી હતી.
ત્યારબાદ બાળકો અને યુવાનો દ્વારા સ્વામી રાજકોટમાં જ સદાય માટે રહે એ અંતર્ગત સંવાદની પ્રસ્તુતિ કરવામાં આવી. જેમાં સ્વામીને પ્રિય એવા બાળકો તેમને રાજકોટમાં જ રોકવાના ઉપાયો શોધતા હતા, જેનો ઉત્તર અને ઉપાય બંને રાજકોટ મંદિરના જ જુદા જુદા સંતો દ્વારા, સ્વામીની રાજકોટ રોકાણ દરમ્યાનની સ્મૃતિઓ સાથે આપવામાં આવ્યા. અપૂર્વમુનિ સ્વામીએ મહંતસ્વામી મહારાજ સાથે પ્રશ્નોતરી કરી હતી જેમાં સ્વામીએ સત્સંગમાંસત્પુરુષનું સાનિધ્ય અખંડ રહે તે માટે આજ્ઞાપાલન, ભક્તિ અને નિષ્ઠા દ્રઢ રાખવા અંગે માર્ગદર્શન આપી આશીર્વચન પાઠવ્યા હતા.
વિદાય સભા નિમિતે સંતો ભક્તોએ અશ્રુભીની આંખે અને ગદગદ ભાવે વિશિષ્ટ પ્રાર્થના સ્વામી સમક્ષ કરી હતી અને કલાત્મક હાર પહેરાવીને વિદાયમાન આપ્યું, જેનો સ્વીકાર કરતા સ્વામીએ સૌ ભક્તોને નઈં ૂશહહ ફહૂફુત બય ૂશવિં ુજ્ઞીથ ના શુભ આશિષ પાઠવ્યા હતા. સમગ્ર મહોત્સવના અંતિમ દિનની સભાના અંતમાં દીવડાઓ સાથે સમૂહ આરતીનું અવિસ્મરણિય દૃશ્ય સત્પુરુષના સાંનિધ્યમાં સર્જાયું હતું.