કડી યાર્ડના ચેરમેન બનવા નીતિન પટેલના કાવાદાવા
પૂર્વ નાયબ મુખ્યમંત્રી ચેરમેન બનવા ચૂંટણી સુકાનીઓની ચૂંટણી અટકાવતા હોવાનો આક્ષેપ
કડી એપીએમસીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીને લઈ ઉકળતો ચરૂૂ સામે આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે કડી એપીએમસીના પૂર્વ ડિરેક્ટરે એપીએમસીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીને લઇ અનેક આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે ઊંઝા એપીએમસીના ડિરેક્ટરો અને ચેરમેન-વાઈસ ચેરમેનની મુદ્દત પૂરી થઈ જતા ત્યાં વહીવટદાર મૂકાઈ ગયેલો છે, પરંતુ કડી એપીએમસીમાં હજુ સુધી કેમ નથી મુકાયા તેવી ચર્ચાઓ બહાર આવી રહી છે. નીતિન પટેલે કડી એપીએમસીની ચૂંટણી રોકી રાખી છે. પૂર્વ ડેપ્યુટી સીએમને ચેરમેન બનવું હશે, એટલે જ તો તેઓ વેપારી પેનલમાંથી વેચાણ મંડળીમાં આવ્યા છે.
કડી એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું હતું અને અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનું જ શાસન ચાલી રહ્યું છે. કડી એપીએમસીમાં ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણી ગત ડિસેમ્બર મહિનામાં અનેક વિવાદો સાથે યોજાઇ હતી. જેમાં પૂર્વના મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત પાંચ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જે બાદ કડી એપીએમસીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી હજુ સુધી ના યોજાતા કડી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ ગણાતા ઊંઝા એપીએમસીમાં 20 જૂને ડિરેક્ટરોની ટર્મ પૂરી થતાની સાથે જ તંત્ર દ્વારા જિલ્લા રજીસ્ટરની વહીવટદાર તરીકે નિમણૂક કરાવી હતી, પરંતુ કડી એપીએમસીમાં ચૂંટણીના 7 મહિના થઈ ગયા હોવા છતાં હજુ સુધી ચેરમેન, વાઈસ ચેરમેન કે વહીવટદારની નિમણૂક ન થતા અનેક તર્ક-વિતર્ક સામે આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી કડીમાં જિલ્લા રજીસ્ટર દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી તેમજ વહિટદારની નિમાયા નથી. ત્યારે કડી એપીએમસીના ગત ટર્મના પૂર્વ ડિરેક્ટર અને કડી તાલુકા પંચાયતમાં ભાજપ ડેલિકેટના પતિ રમેશ પટેલે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સામે જ અવાજ ઉઠાવ્યો હતો. સરકાર દ્વારા ઊંઝા એપીએમસીની મુદ્દત પૂરી થતાની સાથે જ વહીવટદાર મુકી દેવામાં આવ્યો છે. કડી એપીએમસીની ચૂંટણીના પરિણામ આવ્યા તેને 6થી 7 મહિના થઈ ગયા, પરંતુ આજ સુધી રજીસ્ટાર, ચેરમેન અને વાઈસ ચેરમેનનું જાહેરનામું બહાર પાડતા નથી. નીતિનભાઈ પટેલ રોકી રહ્યા હોય તેવું મને લાગે છે. નીતિનભાઈના પક્ષમાં બે-ત્રણ જણા જ છે. કડી શહેરને આમાં કંઈ લેવાદેવા ના આવે. કડી નગરપાલિકા હોય નીતિનભાઈ કરતા હોય તો એ પૂરતું જ હોય, એપીએમસી તો ખેડૂતોની સંસ્થા છે જેથી તાલુકાને લેવા દેવા હોય.