કાશ્મીરનો સ્પેશિયલ દરજજો ગયો, તે સુરતને આપવાનો છે?: હાઇકોર્ટ
સુમુલ ડેરીના ડિરેકટરોના વિવાદમાં પોલીસે કૂદાવતા હાઇકોર્ટ કાળઝાળ; પોલીસને વ્હાઇટ કોલર ગુનામાં જ રસ હોય છે, હત્યા જેવા ગુનામાં નહીં
સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પણ પાલન કરાતું નથી, પોલીસ કમિશનર જ તપાસ માટે ડિરેકશન આપે તો હવે શું કહેવાનું, સુરત માટે ઇગજજ અને ઇગજ ફરી લખવા પડશે?
સુરતથી સુમુલ ડેરીના 4 હોદ્દેદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેઓનું ડિરેક્ટર તરીકેના પદની અવધિ ઓગસ્ટ મહિનામા પૂર્ણ થતી હતી. તેમની ઉપર સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા બોર્ડ મીટીંગનુ રેકોર્ડિંગ કરવા બદલ પોલીસમાં અરજી આપવામાં આવી હતી. જેની કાર્યવાહી કરવા સુરત DCB ના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અરજદારોને વારંવાર નોટિસો આપવામાં આવતી હતી.
હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, ડિરેક્ટરોએ રેકોર્ડિંગ પ્રેસમાં આપવા અને પ્રેસ કરવા માટે ધમકી આપી હતી. જેથી હાઇકોર્ટે ફરિયાદી અને સરકારી વકીલને પ્રશ્ન કર્યો હતો કે, પ્રેસમાં સ્ટેટમેન્ટ આપવું તે કયા કાયદામાં ગુનો બને છે ? વળી કયા કાયદામાં રેકોર્ડિંગ ગુનો બને છે ? ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે અરજદારો તેમની ઈમેજ બગાડવા માંગતા હતા. જે સંદર્ભે હાઇકોર્ટે કહ્યું હતું કે તેના માટે બદનાક્ષીનો કેસ થઈ શકે છે. શા માટે સુરત પોલીસને કો- ઓપરેટિવ સોસાયટીના વહીવટમાં રસ પડ્યો છે ? તેમને રિકવરી પ્રોસેડીંગમાં રસ હોય છે. હત્યા જેવા ગુનાઓમાં રસ હોતો નથી. શું સુરત કાયદાની બહાર છે ? ત્યાં BNS લાગુ પડતું નથી.
હાઇકોર્ટે કહ્યું હતું કે, આવેલી અરજી ઉપર કાયદા અને નિયમો મુજબ પગલાં લેવાય. આ ઘટનામા કયો કોગ્નીઝેબલ ગુન્હો બને છે કોગ્નીઝેબલ ઓફેન્સ નથી બનતો તો પક્ષકારોને પોલીસે કેમ બોલાવ્યા ? સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, ફરિયાદીએ ઉચ્ચ ઓથોરિટીને રજૂઆત કરી હતી. જેની સૂચનાથી શરૂૂઆતી કાર્યવાહી કરાઈ હતી. કોર્ટે પૂછ્યું હતું કે, સુરતમાં કેટલાય કોગ્નીઝેબલ ઓફેન્સમાં ફરિયાદ નોંધાતી નથી, તેઓ આ હાઇકોર્ટ સમક્ષ ફરિયાદ નોંધાવવા અરજી કરે છે. તો સુરત પોલીસે નોન કોગ્નિઝેબલ ઓફેન્સમાં કાર્યવાહી કરવાની કેમ જરૂૂર પડી ? CRPC, Bns Lક કંઇ જોગવાઈ અંતર્ગત અરજદારોને નોટિસ આપવામા આવી છે ?
સરકારી વકીલે કહ્યું હતું કે કે કોઈને નુકશાન કરવા કે ભેદભાવયુક્ત રીતે કાર્યવાહી કરાવી નથી. જેથી હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી હતી કે, તેમને બીજું કોઈ કામ નથી ? આવા કેહવાતા વ્હાઇટ કોલર ગુન્હામાં પોલીસને રસ હોય છે ? આખા ગુજરાતમાંથી આવા કેસ આવી રહ્યા છે ? સુરત તેમાં અગ્રણી છે ! સુપ્રીમ કોર્ટમાં પણ આવા 02 કેસ સુરતના જ આવ્યા હતા, જેમાં સુપ્રીમના નિર્દેશો છત્તા તેનું પાલન કરાતું નથી. શું તમે સુપ્રીમથી ઉપર છો ? પોલીસ કમિશ્નર તપાસ માટે ડિરેક્શન આપે તો હવે શું કહેવાનું ! સુરત માટે Bnss, Bns ફરી લખવા પડશે ? જમ્મુ કાશ્મીરનો સ્પેશિયલ દરજ્જો ગયો અને સુરતને તે આપવાનો છે ? પોલીસ કાયદો અને વ્યવસ્થા ઉપર ધ્યાન આપે. લોકોના બંધારણીય હક્કો છે કે નહીં ? શું આ પોલીસ અધિકારી બંધારણથી ઉપર છે ? તેઓ કઈ રીતે કાયદાથી ઉપર જઈ શકે ?
ગુજરાત હાઇકોર્ટમાં તપાસ અધિકારી સુરત DCB ના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. જેમને હાઇકોર્ટે પૂછ્યું હતું કે PI ને Crpc અને Bnss નું પુસ્તક આપો, તેમાંથી તેઓ કોર્ટને જણાવે કે કોગ્નીઝેબલ ઓફેન્સની વ્યાખ્યા શું ? હત્યા અને ધમકીના કેસોની અરજી કચરાપેટીમાં જાય છે ! તપાસ અધિકારીએ કોર્ટનો સમય બગાડવા બદલ લીગલ સર્વીસ ઓથોરિટીમાં વળતર જમા કરાવવું જોઈએ. નિરકુંશ સત્તા, નિરકુંશ ભ્રષ્ટાચાર સર્જે છે. PI એ કઈ સત્તાથી તપાસ કરી છે ? શા માટે વારંવાર અરજદારોને નોટિસ આપી છે ?
સરકારી વકીલે કહ્યું હતું કે કોર્ટમાં ઉપસ્થિત સુરત DCB PI હાઈકોર્ટની બિન શરતી માફી માંગે છે. આ ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરાશે. હાઇકોર્ટે કહ્યું હતું કે તે આવી ઘટનાઓમાં આંખો બંધ ના કરી શકે ? શું પોલીસ વિભાગ કાયદાથી ઉપર છે ? તો કોર્ટ બંધ કરી દઈએ, તમામ વિભાગ પોલીસ વિભાગ અંતર્ગત આપી દઈએ, સ્વતંત્રતા જેવી વસ્તુ છે કે નહીં ? સરકારી વકીલે કહ્યું હતું કે આ ઘટનામા તપાસ બંધ કરી દેવાયા છે અને કોઈ ભેદભાવયુક્ત કાર્યવાહી કરાઈ નથી.
હાઇકોર્ટે કહ્યું હતું કે, પોલીસ અધિકારીઓને ફરી કરાઇ એકેડમીમાં ટ્રેનિંગમાં મોકલો ! સરકારી વકીલે કહ્યું હતું કે આ કામ સરકાર જાતે આકર્ષે અને આ ઓફિસરનું ટ્રાન્સફર કરાશે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે ટ્રાન્સફર કરવું કે નહીં તે નક્કી કરવાનું કાર્ય હાઇકોર્ટનું નથી. આ સાથે જ 09 ઓક્ટોબરના રોજ અરજદાર દ્વારા વધુ કેટલીક બાબતો રેકોર્ડ પર મૂકવામાં આવશે અને હાઇકોર્ટ દ્વારા ત્યારબાદ ઓર્ડર પસાર કરવામાં આવશે.
આંખ આડા કાન કરીએ એટલે પોલીસને લાગે છે કે તેણે કોર્ટને ઉલ્લુ બનાવી દીધી
હાઇકોર્ટે કહ્યું હતું કે પોલીસે અરજદારોને ત્રણ મહિના તો નોટિસ આપી, અરજદાર હાઇકોર્ટ આવ્યા એટલે તપાસ બંધ કરી. આંખ આડા કાન કરીએ એટલે પોલીસને લાગે છે કે તેને કોર્ટને ઉલ્લુ બનાવી દીધી ! આટલા વર્ષોની નોકરી પછી PI, DCB ને બેઝિક માહિતી નથી આખા રાજ્યમાં આવું ચાલે છે ! અગાઉ પણ આવા કેસ કોર્ટ સમક્ષ આવ્યા, તે કેસોમાં નિર્દેશો આપ્યા તમે શું કર્યું ?ત્યારે પણ તમે આવું જ કહ્યું હતું કે ફરી નહીં થાય. સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસ વિભાગમાં રાતોરાત સુધારા શક્ય નથી. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે આઝાદીના 75 વર્ષ થયા છે. ત્યારે પણ આવી સ્થિતિ છે.
સમગ્ર રાજયમાં પોલીસ માટે નિર્દેશો બહાર પાડતો હુકમ કરાશે
સરકારી વકીલે કહ્યું હતું કે ગુજરાત લો એન્ડ ઓર્ડરમાં શ્રેષ્ઠ રાજ્ય છે. જેથી ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે તેને કોઈના વર્ઝનની જરૂૂર નથી, શું તેઓ આ પરિસ્થિતિને શ્રેષ્ઠ માને છે ? અરજદારે જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કર્યા પછી સતત અરજદારોને પોલીસ સમક્ષ ઉપસ્થિત થવા નોટિસ મળતી રહી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે આ કેસમાં સમગ્ર રાજ્યમાં પોલીસ માટે નિર્દેશો બહાર પાડતો હુકમ કરવામાં આવશે. હાઇકોર્ટ એક કેસ કહ્યો હતો જેમા સુરત ઉઈઇ દ્વારા સિવિલ મેટરમાં કોર્ટ કમિશ્નરે મિલકતને મારેલું તાળું તોડી 1.50 કરોડનો માલ કાઢવામાં આવ્યો હતો.