વેરાવળમાં કરૂણા એમ્બ્યુલન્સે માદા શ્ર્વાનના ગર્ભાશયમાં ફસાયેલ બચ્ચું કાઢી આપ્યુ નવજીવન
જિલ્લા પ્રોજેકટ કો-ઓડીનેટર અને પ્રોગ્રામ મેનેજરે કામગીરી બિરદાવી
તાજેતરમાં વેરાવળ શહેરના સોમનાથ કર્મચારી સોસાયટીમાં એક માદા શ્વાનના ગર્ભાશયમાં બચ્ચું ફસાઇ ગયું હતું. આ ઘટનાની જાણ પશુ પ્રેમી જયદીપ જાનીને થતા તેમણે કરૂૂણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ને જાણ કરવામાં આવી હતી.
એનિમલ એમ્બ્યુલન્સ ના ડો.અરજન સોલંકી અને પાયલોટ કમ ડ્રેસર લતીફ બ્લોચ એ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ કર્યા બાદ નોર્મલ ડીલીવરી થઈ શકે તેમ ન હતી. આથી ઓપરેશન કરવાની જરૂૂરિયાત જણાતા આશરે બે કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક સિઝેરિયન સર્જરી કરીને માદા શ્વાનના ગર્ભાશયમાંથી મૃત બચ્ચું સફળતાપૂર્વક બહાર કાઢી અબોલ શ્વાનને પીડામુક્ત કરી તેનો જીવ બચાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1962 સેવા ગુજરાત સરકાર અને ઈ.એમ.આર. આઈ.જી.એચ.એસ.ના સંયુક્ત ઉપક્રમે કાર્ય કરે છે. માદાશ્વાન ની તાત્કાલિક સર્જરી કરીને જીવ બચાવા બદલ જીવદયા પ્રેમીઓ ગુજરાત સરકાર અને ઈ.એમ.આર. આઈ.જી.એચ.એસ.ની ટીમનો આભાર વ્યકત કર્યો હતો. કરૂૂણા, વેરાવળ ટીમની આ ઉત્તમ કામગીરીને જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર મનોજ ચૌહાણ અને પ્રોગ્રામ મેનેજર ડો. મહેન્દ્રએ બિરદાવી હતી. આ રીતે એક માદા શ્વાનને ભયંકર પીડામાંથી મુક્ત કરીને કરૂૂણા એમ્બ્યુલન્સ ખરેખર કરૂૂણાનો અવતાર બની હતી.