સોમનાથમાં માગસર માસમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ
જડબેસલાક સોકર સાથે લોકઉપયોગી બંદોબસ્ત, એસ.ટી, સીટી બસ, ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય, જનરેટર પાર્કિંગ વ્યવસ્થાથી સજજ
સોમનાથ મહાદેવ મંદિરનો મુલ્તવી રહેલો કાર્તિક પૂર્ણિમાનો મેળો તા.27 થી શરૂૂ થઈ રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદેવસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ.એમ.જી.પટેલ તથા વિભાગીય નાયબ પોલીસ સાથેના સંકલ્નમાં સોમનાથ મેળામાં જડબેસલા સાથે મેળો માણનાર લોકોને સહાયરૂૂપ થાય તે રીતનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલ છે.
ગોઠવાયેલ પોલીસ બંદોબસ્તમાં 1 ડીવાયએસપી,5 પોલીસ ઈન્સપેકટર, 12 પી.એસ.આઈ,110 પોલીસ,45 જીઆરડી, 15,હોમગાર્ડ ,10,ટીઆરબી,7 બોર્ડવોર્ન કેમેરા સાથેના જવાન,પોલીસ ક્ધટ્રોલ રૂૂમ રાવટી,પોલીસ સહાયતા કેન્દ્ર,ગુમ થયેલ-મળી આવેલ શોધક સેન્ટર તથા પોલીસ વોચ ટાવર સહિતની સર્તક સુરક્ષા તથા સહાયતા સાથેનો પોલીસ બંદોબસ્ત ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટરની દેખરેખ હેઠળ રાખવામા આવેલ છે.
વેરાવળ એસ.ટી.ડેપો મેનેજર દીલીપ શામળાના જણાવ્યા મુજબ યોજાનારા આ કાર્તિક. પૂર્ણિમા મેળાની નજદીક જ સોમનાથ એસ.ટી.ડેપો આવેલ છે. જયાં વેરાવળ-સોમનાથ અને અન્ય શહેરોને જોડતી 79 બસો પરિવહન કરે છે અને જે રૂૂટ મેળામં ભાગ લેવા માગનારને ઉપયોગી બની રહે છે.
આમ છતાં વધતા ટ્રાફીકને અનુસરી જરૂૂરત મુજબ જો એકસ્ટ્રા બસો દોડાવવી પડશે તો તે પણ મુકવામા આવશે. વેરાવળ-પાટણ વચ્ચે દોડતી સીટી બસ પણ મેળામાં ચાલુ રહેનાર છે. વેરાવળ ફાયર ઓફિસર ગઢવીએ જણાવ્યું કે સોમનાથના મેળામાં અમારૂૂ એક ફાયર ફાઈટર ટીમ સાથે સ્ટેન્ડ બાય 24 કલાક રહેશે અને સ્થળ તપાસ બાદ જરૂૂરત પ્રમાણે વાહન વધારાશે. મેળામાં ઈમરજન્સી લાઈટ માટે સ્ટેન્ડ બાય જનરેટર તથા હંગામી ટોયલેટ વ્યસ્થા પણ ગોઠવાઈ રહી. છે.