કપડવંજની નિત્યાનું ઈન્ડિયા મહિલા અંડર 15માં સિલેક્શન
ખેડા જીલ્લાની દીકરીનું ઈન્ડિયન ટીમમાં સિલેક્શન થતા પરિવારજનોમાં ખુશી છવાઈ જવા પામી હતી. ઈન્ડિયા મહિલા અંડર 15 માં કપડવંજની ધો. 8 માં અભ્યાસ કરતી નિત્યા બ્રહ્મક્ષત્રિયનું સિલેક્શન થયું હતું.
છત્તીસગઢનાં રાયપુરમાં મેચ દરમ્યાન સિલેક્શન થયું હતું. નિત્યાનાં પિતા કપડવંજમાં કાપડનો વ્યવસાય કરે છે. નિત્યાએ ગુજરાત ટીમ તરફથી પણ કેટલાય ઈનામે મેળવ્યા છે.
આ બાબતે ખેડા ક્રિકેટ એસોસિએશનનાં ચેરમેન મનીષ દેસાઈએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ખેડા જીલ્લાની દીકરી નિત્યા ગુજરાતની અંડર 15 ની ટીમમાં સિલેક્શન થઈ હતી. ગુજરાતની અંડર 15 ની મેચ ચાલી રહી છે. અને ખૂબ જ સારૂૂ પ્રદર્શન કરી રહી છે. ખેડા જીલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા છેલ્લા બે વર્ષથી વુમન્સ ક્રિકેટ માટેનો ખૂબ જ સારો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના ફળ સ્વરૂૂપે આ દીકરી ગુજરાતની ટીમમાં સિલેક્ટ થઈ છે. અને સારૂૂ પ્રદર્શન કર્યું છે.