કાંતિ અમૃતિયાને મંત્રીપદ, ગોપાલ ઇટાલિયા સાથેનો મોરેમોરો ફળ્યો
ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં જાતિના સમીકરણ પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધારાયું છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવ્યું. સરકારમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું. હવે 5ને બદલે 8 MLAને મંત્રીપદ મળ્યું છે.
મોઢવાડિયાની ધીરજ ફળી, વાઘાણીની રી-એન્ટ્રી, મહિલા નેતા તરીકે રીવાબાની ગાંધીનગરમાં એન્ટ્રી મળી છે. તો કાંતિ અમૃતિયા માટે મંત્રીપદ એ લોટરી સમાન છે. જોકે, કાંતિ અમૃતિયાને મંત્રીપદ મળવાનું ફળ ગોપાલ ઈટાલિયાની જાય છે. સૌરાષ્ટ્ર બેલ્ટ અને પાટીદારોમાં જાયન્ટ કિલર બની રહેલા ગોપાલ ઈટાલિયાની સામે ટક્કર આપવા માટે પાર્ટીએ કાંતિ અમૃતિયાને મંત્રીપદ આપ્યું છે. કાંતિ અમૃતિયાની આ એન્ટ્રીનું શ્રેય ગોપાલ ઈટાલિયાને આપી શકાય. કાંતિ અમૃતિયાને ગોપાલ સાથે મોરે-મોરો કરવાનું ફળ્યું છે.
અગાઉ ખરાબ રસ્તાના મુદ્દે મોરબીના સ્થાનિકોમાં વિસાવદર વાળી થવાની ચર્ચા બોલકી બની હતી, ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તેને પોતાના સામેની ગોપાલ પ્રેરિત બગાવત ગણી હતી અને ગોપાલને મોરબીથી ચૂંટણી લડવા આહ્વાન કર્યું હતું. જવાબમાં ઈટાલિયાએ પણ તેમનો પડકાર સ્વીકારી લીધો હતો અને બંનેએ એકબીજાને રાજીનામાં આપીને મોરબીથી ચૂંટણી લડવાના હાકલાં-પડકારા કરી દીધા હતા.