સોમનાથ મહાદેવના દર્શન કરતી કંગના રનોત
12:03 PM Nov 21, 2025 IST | Bhumika
રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારના સાંસદ સુ કંગના રાણાવત આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી.કંગના રાણાવતે સોમનાથ મહાદેવને જલાભિષેક કર્યો હતો અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ભક્તિભાવપૂર્વક ધ્વજાપૂજા કરી હતી. તેમણે મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને દેશ તથા જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ મુલાકાત દરમિયાન, સોમનાથ ટ્રસ્ટ તરફથી ઈનચાર્જ જનરલ મેનેજર પરેશભાઈ ચાવડાએ કંગના રાણાવતનું અભિવાદન કર્યું હતું. તેમને મહાદેવનો પ્રસાદ અને સ્મૃતિચિત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement