For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કમલમ્ ભાજપ કાર્યકર્તાઓનું બીજુ ઘર છે : અમિત શાહ

12:30 PM Nov 21, 2025 IST | Bhumika
કમલમ્ ભાજપ કાર્યકર્તાઓનું બીજુ ઘર છે   અમિત શાહ

ભાવનગરમા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું અમિતભાઇ શાહના હસ્તે લોકાર્પણ ટીમને અભિનંદન પાઠવી કોંગ્રેસને આડે હાથ લીધી

Advertisement

ભાવનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની ભવ્ય જાહેર સભા યોજાઈ હતી. ભાવનગર જિલ્લાના ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં અમિતભાઈ શાહ એ જણાવ્યું હતું કે ભાજપ કાર્યકર્તાઓ માટે ભાજપ કાર્યાલય કમલમ એ તેઓનું બીજું ઘર છે. આ કાર્યાલયમાં ચૂંટણીની રણનીતિ ઘડાતી હોય છે. ભાવનગરમાં અતિ આધુનિક કાર્યાલય બનાવવા બદલ ભાવનગર ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ ભાજપ વિચારધારાની પાર્ટી છે તેમ કહી કોંગ્રેસને આડે હાથ લીધા હતા. બિહારની ચૂંટણીની જીત બાદ હવે આગામી ચૂંટણીમાં પણ ભાજપ તેની વિજય કૂચ આગળ ધપાવશે તેમ જણાયું હતું.

ભાવનગરમાં નારી ચોકડી નજીક આજે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ નું ઉદઘાટન અને જાહેર સભાનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ 5:30 વાગે આવ્યા હતા. અમિતભાઈ શાહ આવે તે પહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી એ બિહારની ચૂંટણી ની જીત અંગે તેમજ ભાજપ પાર્ટી ના સંગઠન અંગે જણાવ્યું હતું.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નું સભાસ્થળે આગમન થતાં કેન્દ્રીય મંત્રી નીમુબેનબાંભણિયા, કેન્દ્રીય મંત્રી માંડવિયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે તેમનું સ્વાગત કર્યું હતું. સભા સંબોધતા તેમણે કહ્યું કે, બિહારની જેમ ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુપડા સાફ કરીશું. નવા કર્યાલયના ભવિષ્યના વિજય માટે અનેક અનેક શુભકામના આપી હતી.ત્યાર બાદ અમિત શાહે શહેરના નારી ચોકડી નજીક આવેલા નાના ખોડીયાર મંદિર નજીક જિલ્લા ભાજપનું નવનિર્મિત ભાવ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા, ગુજરાતના રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકી, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ભાવનગર અને બોટાદ જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ, સંગઠન તથા બુથ લેવલના પ્રમુખ અને કાર્યકરો મોટી સંખ્યામાં આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સભાસ્થળે સ્ટેજ પર પહોંચતા જ શહેર ભાજપ પ્રમુખ અને હોદ્દેદારોએ પ્રદેશ અધ્યક્ષને પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. આ સાથે જ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મંત્રી પરસોત્તમ સોલંકીને મળવા તેમના સ્થાને ગયા હતા.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે સંબોધન શરૂૂ કરતા ભારત માતા કી જય બોલાવી કહ્યું- બન્ને હાથ ઉપર ઉઠાવો અને વિજય સંકલ્પની મુઠ્ઠી ભીંચી જયશ્રી રામ નારા લગાવ્યા હતા.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 42 જિલ્લા કાર્યાલય બનાવવાના છે. અને 25 હતા, 8 બની ગયા છે. બાકી રહેલા જિલ્લા કાર્યાલયો નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પુરા કરશે તેમ જણાવ્યું હતું.

ભાવનગરમાં આધુનિક કાર્યાલય બનાવા માટે કાર્યકરોને અભિનંદન પાઠવું છું. બધી જ પાર્ટીઓ નેતા આધારિત હતી અને આપણી પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી બની છે.

કાર્યક્રમ નિર્ધારીત સમય કરતા ખૂબ જ મોડો શરૂૂ થવા છતાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બેસી રહ્યા હતા. સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલા બહેનો બેડા સાથે મોટી સંખ્યામાં આવ્યા હતા જ્યારે ભાઈઓ ભગવા સાફામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂૂઆત પહેલા જાણીતા કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement