પ્રેમસંબંધમાં કલ્યાણપુરની યુવતીએ એસિડ પી કર્યો આપઘાત: મૃત્યુ
કલ્યાણપુરમાં આવેલા એક મંદિરની બાજુમાં રહેતી શાંતિબેન ભીખાભાઈ ગામી નામની 26 વર્ષની યુવતીએ ગત તારીખ 17 ઓક્ટોબરના રોજ સાંજના સમયે તેમના પાડોશમાં રહેતા એક મહિલાના ઘરે કોઈ હાજર ન હોવાથી ત્યાં જઈને પોતાના હાથે બાથરૂૂમમાં રહેલું એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના માતા લાખીબેન ભીખાભાઈ ગામી (ઉ.વ. 50) એ કલ્યાણપુર પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ શાંતિબેનને રાવલ ગામે રહેતા અશોકભાઈ નામના એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને તેની ફોન પર વાતચીત કરતી હતી. શાંતીબેનને અશોકભાઈ સાથે લગ્ન કરવા હતા. પરંતુ અશોકભાઈને શાંતીબેન સાથે લગ્ન કરવા ન હતા. જેથી તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. જે અંગે પોલીસે જરૂૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
ખંભાળિયાના પ્રૌઢે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો
ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા અરબભાઈ જુમાભાઈ મેર નામના 54 વર્ષના પ્રૌઢએ શનિવારે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂૂમમાં છતના હુકમાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.
આ બનાવ અંગેની જાણ શાયદાબેન અજીતભાઈ સંઘાર (ઉ.વ. 45) એ અહીં પોલીસને કરી છે.
ભાટિયા નજીક કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
કલ્યાણપુરથી આશરે 18 કિલોમીટર દૂર ભાટીયા બાયપાસ નજીકથી રાત્રિના આશરે અઢી વાગ્યાના સમયે પસાર થતી જીજે 36 એ.એફ. 0069 નંબરની હ્યુન્ડાઈ વર્ના મોટરકારનું પોલીસે ચેકિંગ કરતા આ કારમાંથી વિદેશી દારૂૂની એક બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂૂપિયા 4,00,400 ના મુદ્દામાલ સાથે કલ્યાણપુર તાલુકાના કેશવપુર ગામના મયુર આલાભાઈ હાથલીયા નામના 23 વર્ષના શખ્સની અટકાયત કરી, આગળની કાર્યવાહી કરી હતી.