રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલથી ઝી ટીવીની સિરિયલ રબ સે હૈ દુઆમા રાજકોટની યેશા અભિનયનાં ઓજસ પાથરશે

05:38 PM Feb 20, 2024 IST | Bhumika
Advertisement

બાળપણ રાજકોટ શહેરમાં વિત્યુ હોય અને રાજકોટની એસ.એન.કે. સ્કૂલમાં અભ્યાસ કરીને સીમ બાયોસીઝ પુના ખાતેથી બેચલર ઓફ ડીઝાઈન (ફેશન કોમ્યુનીકેશન) નાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ ફેળન જગતનું પેરીસ ગણાતા મુંબઈ ખાતે ફ્રીલાન્સીંગ ડીઝાઈનીંગ ક્ધસલ્ટન્ટન્સી આપતી યેશા રૂૂઘાણીને સાવ અચાનક જ એક ઈવેન્ટમાં ‘જીત ગઈ તો પીયા મોરે’ સીરીયલનાં પ્રોડયુસર કિન્નરી મહેતા સાથે મુલાકાત થતા ક્ષણભરમાં જ તેમના મગજમાં યેશા રૂૂઘાણીને ‘જીત ગઈ તો પીયા મોરે’ સીરીયલમાં લીડ રોલમાં ઓભનયનાં ઓજસ પાથર્યા બાઠ, સ્ટાર પ્લસની ‘કભી-કભી ઈત્તેફાક સે’, સ્ટાર ભારતની ‘મુસ્કાન’, સબ ટીવીની ‘હીરો - ગાયબ મોડ ઓન’ જેવી પ્રખ્યાત ટીવી સીરીયલમાં મુખ્ય પાત્ર ભજવીને જનતાનું દીલ જીતીને એક નવી હિન્દી સીરીયલ ‘રબ સે હૈ દુઆ - નયા આગાઝ’માં લીડ રોલમાં અભિનય કરીને ફરી લોકોનાં દિલ જીતશે.

Advertisement

આ પહેલા પણ સફળતાપૂર્વક અલગ-અલગ વિવિધતા ભર્યા લીડ રોલમાં અભીનયથી અનુભવ મેળવીને હરહંમેશ અવ્વલ રહેનારી ફાલ્ગુની રૂૂઘાણી તેમજ કેતનભાઈ રૂૂઘાણી (કેતુ ઝેરોક્ષ)ની એકમાત્ર દિકરી યેશા રૂૂઘાણી બાળપણથી જ તેજસ્વી હતી અભ્યાસની બાબત હોય કે આપણા ભાતીગળ ગરબા હોય, યેશા હરહંમેશ અવ્વલ જ રહેતી. આ રીતે પરિવારનાં સભ્યોનાં જણાવ્યા મુજબ પહેલેથી જ પોતાની આગવી ઓળખ ઉભી કરવાની તમન્ના સાથે યેશા પોતાની કલાનાં કામણ ઝી ટીવીની આ નવી ‘રબ સે હૈ દુઆ નયા આગાઝ’ સીરીયલમાં પણ પાથરશે અને સમગ્ર મનોરંજન પ્રિય જનતાનાં દિલ મોહી લેશે. આ તકે સમગ્ર રઘુવંશી સમાજ પણ ગૌરવની લાગણી અનુભવી રહયો છે. માટે રાજકોટની લાડકી પુત્રી ચેશા રૂૂઘાણીને સમગ્ર એસ.એન. કણસાગરા સ્કૂલ, પરિવારજનો અને મિત્રો તરફથી અભિનંદન વર્ષા થઈ રહેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement