ગોંડલ પંથકમાં સિંહ-સિંહણ અને ચાર દીપડાના ધામા: ફફડાટ
દેરડી, શ્રીનાથગઢ સહિતના ગામો નજીક પડાવ
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હવે જયારે શિયાળાની સિઝન શરૂૂ થઈ છે.ત્યારે ગોંડલ પંથકમાં સિહ અને દિપડાનું આગમન થઈ ગયાનું વનવિભાગનાં સૂત્રો માંથી જાણવા મળી રહ્યુ છે.ગોંડલ પંથક માં છેલ્લા ઘણા વરસો થી શિયાળા ની સિઝન માં સિંહ નર અને દિપડા શિકાર અને પાણી માટે આવી ચડે છે.અને શિયાળાનાં બેથી ત્રણ મહિના પડાવ નાંખે છે.ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગોંડલ પંથકના છેવાડાનાં ગામો જેવા કે દેરડી (કુંભાજી), શ્રીનાથગઢ, કમરકોટડા, ખંભાળીયા, મીતીયાળા, લિલાખા અને આંબરડીનાં સિમ વિસ્તારમાં સિંહની જોડી અને ચાર જેટલા દિપડા આવી ચડયા છે.
આ અંગે વન વિભાગનાં સૂત્રો માંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ સિંહની નર-માદાની જોડી અને ચાર દિપડાએ ઉપરોકત વિસ્તારમાં પડાવ નાંખ્યો છે. દર વર્ષેની જેમ ચાલુ વર્ષે પણ અજંગલી જનાવર ખોરાક-પાણીની શોધમાં આવી ચડયા છે.ગોંડલ પંથકનાં ઉપરોકત ગામોની સિમમાં વનવિભાગનાં ધ્યાને આ સિંહ અને દિપડા આવી ગયા છે.અને વન વિભાગે આ સિંહ અને દિપડા ઉપર સતત વોચ રાખવાનું શરૂૂ કરી દિધું છે.
વન વિભાગનાં જણાવ્યા મુજબ આ સિંહ અને દિપડાએ જો કે, હજુ સુધી ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પશુનું મારણ કર્યું નથી કે કોઈ ગ્રામજનોને હેરાનગતી કરી નથી છતા વનવિભાગ સતત આ જનાવરોને ટ્રેસ કરી રહ્યું છે.