કાલાવડ ક્ષત્રિય સમાજે શસ્ત્ર પૂજન અને શોભાયાત્રા સાથે ઉજવી વિજયાદશમી
તારીખ 2 ઓક્ટોબર 2025 ના રોજ સમસ્ત કાલાવડ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા કાલાવડ શ્રીઆશાપુરા મંદિર ખાતે પવિત્ર દશેરાના ના દિવશે શસ્ત્રપૂજન નો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો.
આ પ્રસંગે જામનગર જિલ્લાના સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ મંત્રી ગુજરાત સરકાર, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા સાહેબ) તથા દાણીધાર મહંત શ્રી પુ.સુખદેવદાસ બાપુ તથા ખરેડી સ્ટેટ કુવર શ્રી કલાદિત્યસિંહ જાડેજા તથા શ્રી નવલસિંહ પી. જાડેજા ફગાસ ઉપપ્રમુખ શ્રી જામનગર જિલ્લા ક્ષત્રિય સમાજ.. તથા લાલપુર ક્ષત્રિય સમાજના શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, તથા વર્ષ 2025માં મનોનિત કાલાવડ તાલુકા ક્ષત્રિય સમાજના યુવા પ્રમુખશ્રી હરિશ્ચંદ્રસિંહ જાડેજા (ટોડા)સહિતના ગણમાન્ય આગેવાનો વડીલો અને વિવિધ ક્ષેત્રના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર તાલુકામાંથી પધારેલા અંદાજે કુલ 1400 ક્ષત્રિય આગેવાનોની હાજરી નોંધપાત્ર હતી.
સવારે શાસ્ત્રોક વિધિથી શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ સંપન્ન થયા બાદ વિશાળ પંડાલમાં સમાજ સભાનું આયોજન થયું હતું ઉચિત સ્વાગત બાદ નોટ્રી શ્રીપી.ડી. જાડેજા સાહેબે પ્રસંગોચિત સંબોધન કર્યું હતું અને યુવાનોને સકારાત્મક વિચારધારા માટે પ્રેરિત કર્યા હતા.
ત્યારબાદ કાલાવડ તાલુકામાં નવા ચૂંટાયેલા 16 જેટલા સરપંચ શ્રીઓ તથા તેટલા જ ઉપસરપંચશ્રીઓ તેમજ નગરપાલિકા મા ચૂંટાયેલા સદસ્યો તેમજ ગુજરાત હાઇકોર્ટના નોટ્રીશ્રી ને સન્માનિત કરાયા હતા.
મુખ્ય મહેમાન શ્રી હકુભા સાહેબે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમાજના લોકોની હાજરીને બિરદાવી હતી, તેમજ સમાજ જીવન માં પુરૂૂષાર્થી બનવા..અને વ્યક્તિગત જીવનમાં નિર્વ્યસની બનવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મહંત શ્રી સુખદેવ દાસ બાપુએ યુવા પ્રમુખશ્રી હરિશ્ચંદ્ર સિંહ ને આશીર્વાદ સાથે સાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા... કુંવર શ્રી કલાદિત્ય સિંહ એ યુવા નેતૃત્વને લીધે મોટી સંખ્યામાં આવેલા ક્ષત્રિય સમાજના લોકોની સંગઠન શક્તિને બિરદાવી હતી તેમજ ઇતિહાસ ધર્મ અને નૈતિક મૂલ્યોની ઉપાસના માટે ભવ્ય ઇતિહાસ ને ભૂલ્યા વગર વર્તમાનમાં તેની જાળવણી અંગે વાત મૂકી હતી. સભા સંપન્ન થએ રેલી સ્વરૂૂપે સમગ્ર કાલાવડ ના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા પ્રશસ્ત થઈ હતી જેમાં અશ્વસવારી અને પવિત્ર શાસ્ત્રો સહિત જય ભવાનીના નારા સાથે ક્ષત્રિય યુવાનોએ કદમતાલ કર્યો હતો અને કાલાવડના નાગરિકોને સંદેશો આપ્યો હતો કે ક્ષત્રિય લોકશાહીમાં પણ પોતાનો ધર્મ નિભાવવા માટે તટસ્થ છે.
ભોજન પ્રસાદ સાથે આ ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો સમગ્ર કાર્યક્રમની જવાબદારી 40 જેટલા નવયુવાનોએ નિભાવી હતી સમાજ ના વડીલોએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં. નજીક ભવિષ્યમાં ક્ષત્રિય સમાજ તાલુકા પ્રમુખશ્રી હરિશ્ચંદ્રસિંહજી ના નેતૃત્વમાં યુવા ટીમ વિવિધ ક્ષેત્રે સક્રિય થશે તેવા સંકલ્પ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.