કાલાવડ ભાજપ દ્વારા બાલંભડી ડેમ સંપૂર્ણ ભરાઇ જતા કરાયા વધામણા
કાલાવડ નગર પાલિકા, બાલંભડી નાની સિંચાઈ પિયત મંડળી અને ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા કાલાવડ શહેરની જીવાદોરી સમાન અને 500 જેટલા ખેડૂતોને લાભદાયક બાલંભડી ડેમ નર્મદા મૈયાના નીરથી સંપૂર્ણ ભરાઈ જતા એમના વધામણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ,આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે પૂર્વ પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુ, આર. એસ. એસ.ના અગ્રણી ભાનુભાઈ પટેલ, કાલાવડ 76 વિધાનસભાના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કાલાવડ નગરપાલિકા પ્રમુખ રંજનબેન રાખોલીયા, અભિષેક પટવા, શહેર ભાજપ પ્રમુખ નીરવભાઈ ભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, મંડળીના પ્રમુખ રાજુભાઇ વાદી, હસુભાઈ વોરા, વલ્લભભાઈ સાંગાણી, વલ્લભભાઈ વાગડીયા, ભૂમિત ભાઈ ડોબરીયા, મિતભાઈ ફળદુ, કિશોરભાઈ નિમાવત, મહેશભાઈ સાવલિયા, વિનુભાઈ રાખોલીયા તેમજ નગરપાલિકાના સદસ્યો, મંડળીના સભાસદો તથા ભારતીય જનતા પાર્ટીનાના હોદેદારો, આગેવાનો કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.