ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કૈલાસ માનસરોવર યાત્રાના યાત્રિકો પરમીટ, વીઝા ન મળતાં બોર્ડરે અટકયા

04:56 PM Jul 04, 2025 IST | Bhumika
Advertisement

પાંચ વર્ષ બાદ શરૂ થયેલ પવિત્ર યાત્રામાં ચાઈનાની અવળચંડાઈ : વિદેશ મંત્રાલયે ઉચ્ચ સ્તરે મંત્રણા કરી યોગ્ય નિરાકરણ લાવવા યાંત્રિકોની માંગ

Advertisement

5 વર્ષના લાંબા સમય બાદ શરૂ થયેલી વિશ્ર્વની સૌથી પવિત્ર કૈલાસ માનસરોવર યાત્રા માટે ભારતીય યાત્રિકોમાં અનેરો ઉત્સાહ અને મહાદેવના દર્શન માટે અધીરા હતાં. પરંતુ દર વર્ષની જેમ ચાયનાએ અવળચંડાઈ અને દાદાગીરી શરૂ કરી દેતા સમગ્ર ભારતના યાત્રિકો અને આયોજકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. અઢી લાખથી સવાત્રણ લાખનો ખર્ચ કરવા છતાં યત્રિકો અને આયોજક માતે સતત પરમીટર અને વીઝાની તલવાર લટકતી રાખી ચીનાઓ કોઈપણ કારણ આપ્યા વગર અચાનક જ પરમીટ, વીઝા બંધ કરી દે છે અને ચાલુ કરી દે છે પરિણામે કોઈ સીસ્ટમથી કામ થતું ન હોય એવો ઘાટ સર્જાયો છે.

30 વાર કૈલાસ માનસરોવર યાત્રા કરનાર શિવવંદના ચેરીટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.યશવંત ગોસ્વામી આ બાબતે રોષપૂર્વક જણાવે છે કે યાત્રા પૂર્વે પરમીટ-વીઝા સમસયસર ન આપી યાત્રિકોને શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન પહોંચાડી, યાત્રિકોને મહાદેવના દર્શન માટે તડપાવે છે અને ચીમાં બોર્ડર પર યાત્રિકોને કાયદેસર રોષ સાથે તતડાવી નાખે છે. સામાન ચેક કરી મનફાવે એ વસ્તુ ફેંકી દે છે અને તુમાખીભર્યું વર્તન કરે છે. ચાર્જ વધારતા જાય છે અને મહત્વના સ્થળો બંધ કરતાં જાય છે. વર્ષોથી અષ્ટપદ બંધ કરી દીધું. ત્યારબાદ માનસરોવરમાં સ્નાન બંધ કર્યું અને હવે માન સરોવરના કિનારે યજ્ઞ કે ધાર્મિક વિધિ પણ બંધ કરાવવાની ધમકી આપી છે.

ડો.ગોસ્વામી યાત્રાની વર્તમાન સ્થિતિ અંગે જણાવે છે કે પાંચ દિવસ કાર્યવાહી બંધ થતાં સૌરાષ્ટ્ર-ગુજરાત અને સમગ્ર ભારતમાંથી આવતાં યાત્રિકો કાઠમંડુ અને ચાયના બોર્ડર હીલ્સા અને સેબ્રુબેસીમાં એક એક અઠવાડિયાથી પરમીટ અને વીઝાની રાહમાં પરેશાન છે ત્યારે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આ બાબતે ઉચ્ચ સ્તરીય મંત્રણા કરે.

Tags :
gujaratgujarat newsKailash Mansarovar Yatra
Advertisement
Next Article
Advertisement