For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કૈલાશ દાબેલીવાળાના મસાલામાંથી કલરની ભેળસેળ ઝડપાઇ

03:59 PM Jun 24, 2025 IST | Bhumika
કૈલાશ દાબેલીવાળાના મસાલામાંથી કલરની ભેળસેળ ઝડપાઇ

એક લાખનો દંડ ફટકારાયો: મંજૂરી વગર ધંધો કરતા 22 વેપારીને લાઇસન્સ બાબતે નોટિસ, 22 સ્થળે ખાણી-પીણીની ચકાસણી

Advertisement

રાજકોટમા કેટલાક ખાણીપીણીનાં ધંધાર્થીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામા આવી રહયા છે ખાણી - પીણીનાં મસાલાઓમા સમયાંતરે ભેળસેળ ઝડપાઇ રહી છે ત્યારે વધુ એક ખાણી પીણીની દુકાનમા કલર યુકત ભેળસેળ ઝડપાતા વેપારીને એક લાખનો દંડ ફટકારવામા આવ્યો છે. મનપાની કાર્યવાહીથી વેપારીઓમા ફફડાટ ફેલાયો છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ દ્વારા તા.05-05-2014 ના રોજ કૈલાશભાઈ દાબેલીવાળા રેહ. ચામુંડા કૃપા બ્રહ્માણીયાપરા નં.2, શ્રીરામ ડેરીની સામે, રાજકોટ મુકામેથી દાબેલી મસાલો નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદામાં પ્રિપેર્ડ ફૂડમાં પ્રતિબંધિત સિન્થેટીક ફૂડ કલર કોલટાર કલર અને ડાય ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવેલ. જેથી મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા કે.એમ.રાઠોડ દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ.

Advertisement

કેસ ચાલી જતા જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ મેજીસ્ટ્રેટ નેહાબેન ટી. કારીયા એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કિશોરભાઈ પ્રાણનાથ ઓગળ ને રૂૂ.1,00,000 ના દંડની સજા કરવામાં આવી છે. અને દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની કેદની સજાનો હૂકમ કરેલ છે. ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે ભગવતીપરા મેઇન રોડ તથા રૈયાધાર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 40 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 22 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

મનપાની ટીમ દ્વારા સંજરી એજન્સી, જય શંકર શેરડીનો રસ, ક્રિષ્ના આઇસ્ક્રીમ, અ1 ફૂડ ઝોન, જય ચામુંડા કુપા દાળ-પકવાન, વોરા ગાંધી જનરલ સ્ટોર્સ , માતેશ્રી સુપર માર્કેટ, ન્યુ ચામુંડા ફરસાણ, રાધે એજન્સી, નિજામી કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના ડેરી ફામ, કાના નાસ્તા સેન્ટર , શ્રીહરિ પૂરી શાક, શ્રીજી વડાપાઉં, ભગવતી ફરસાણ, સંતોષી બેકરી, જય જલારામ જનરલ સ્ટોર્સ, બાલમુકુન્દ જનરલ સ્ટોસ , માં ભગવતી પાન કોલ્ડ્રિંક્સ, જલારામ પ્રોવિઝન સ્ટોર, ખોડિયાર ઘૂઘરા, જય નકળંગ ડેરી ફાર્મ ને લાયસન્સ મેળવવા બાબતે સુચના આપવામા આવેલ છે. ઉપરાંત સદગુરુ પ્રોવિઝન સ્ટોર, શ્રીચામુંડા ફરસાણ, સ્વામીનારાયણ ડેરી ફાર્મ, ઝમઝમ બેકરી, ભગવતી ફરસાણ, સહાય બેકરી, કાદરી કેટરર્સ, લક્ષ્મી નાસ્તા સેન્ટર, રાજૂ દાળ-પકવાન, દેવજીવન હોટલ, જય દ્વારકાધીશ મેડીસીન, જય દ્વારકાધીશ હોટલ, મોહીના ટ્રેડર્સ, ક્રિષ્ના અમૂલ પાર્લર, દર્શન જનરલ સ્ટોર, કોઠારી માર્ટ, રઘુવીર જનરલ સ્ટોર્સ, શ્રીરામ હોટલની ચકાસણી કરવામાં આવેલ.

Advertisement
Tags :
Advertisement
Advertisement