દેશની કોઈ પણ અદાલતમાં હવે ત્રણ વર્ષ સુધીમાં મળશે ન્યાય
ગાંધીનગરના દહેગામ તાલુકામાં લવાડ ખાતેની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતિ આવૃત્તિનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. સંશોધન અને વિકાસ બ્યુરો તથા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 50માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું તા.19 અને 20 નવેમ્બર એમ બે દિવસ યોજાશેકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, તેમણે ઉમેર્યું હતું કે, આવનારા પડકારો સમજ્યા વગર કોઈ પ્લાનિંગ કરાય તો તેમાં ક્યારેય સફળતા મળતી નથી. ભારત આવનારા 20 વર્ષોમાં દરેક ક્ષેત્રમાં અવ્વલ બની રહેશે.
આ 10 વર્ષોમાં સૌએ હવે ટેકનોલોજી સાથે કદમ મિલાવી આગળ વધવાનું છે. કોઈ પણ વ્યવસ્થામાં જ્યારે આગળ વધો ત્યારે રૂૂકાવટો જરૂૂર આવે છે, તેને દૂર કરી આગળ વધતા આશ્ચર્યજનક સફળતાઓ પણ પ્રાપ્ત થઈ છે જ તેમ તેમણે ગૌરવભેર ઉમેર્યુ હતુંવ એપ્રિલ- 2028 પહેલા આપણે દુનિયાની ત્રીજા નંબરની સૌથી મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશના નાગરિક હોવાનો ગર્વ કરીશું. આવનારા સમયમાં ભારતની એન્ટી ક્રિમિનલ સિસ્ટમને સૌથી આધુનિક સૌથી તેજ બનાવવાની શરૂૂઆત પણ થઈ ચૂકી છે. જેમા ત્રણ નવા અપરાધિક કાનૂનની શરૂૂઆત બાદ દેશના કોઈપણ ખૂણાની કોઈ પણ કોર્ટમાં વધીને વધી ત્રણ વર્ષ સુધીમાં ન્યાય મળી જશે.હવે ન્યાય માટે વર્ષો સુધી રાહ નહીં જોવી પડે.આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે નાર્કોટિક ક્ષેત્રે 05 લાખ 45 હજાર કિ.ગ્રા અને અત્યારેની કિંમતે રૂૂ. 35 હજાર કરોડનો માલ જપ્ત કરવામાં આપણે સફળતા મેળવી છે. આનો મતલબએ નથી કે, નાર્કોટિકના કેસ વધ્યા છે, પરંતુ પાછલા દસ વર્ષમાં આપણે આપણી સુરક્ષા તથા પોલીસની પ્રક્રિયા થકી આ સફળતા મેળવી છે. ઉપરાંત ચાર વર્ષમાં ખૂબ જહેમત થકી ત્રણ અપરાધિક કાનૂન પરિણામ અને પરિમાણ બંને દ્રષ્ટિએ દેશની અપરાધકીય પરિસ્થિતિઓને રોક લગાવવા માટે ફાયદાકારક નિર્ણય પણ લેવાયો છે.
આ સાથે જ કોર્ટ,પ્રોસિક્યુશન,પોલીસ, જેલ, એફ.એસ.એલ બધાને જોડવાની વ્યવસ્થા સાથે એક પ્રક્રિયા તૈયાર થઈ છે જે અપરાધથી સજા અને સજાથી જેલ સુધીની બધી જ પ્રક્રિયામાંથી પૂર્ણ થાય છે. આ સાથે જ તેમણે ત્રણ કાનૂન ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષર અધિનિયમનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, 27 જગ્યા ઉપર બદલાવ થકી જે વ્યાખ્યા ઊભી થઈ છે તેમાં ટેકનોલોજી બદલાતી રહેશે, પરંતુ કાનૂનની વ્યાખ્યામાં હવે બદલાવ ક્યારેય નહીં આવે. અંતે તેમણે કહ્યું હતું કે 150 વર્ષ જૂના કાયદામાં નાગરિકો મધ્યમાં ન હતા. જ્યારે હવે બનેલા ત્રણ કાયદામાં નાગરિક અને નાગરિકના અધિકાર ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ ત્રણ કાનૂનમાં બધી જ વસ્તુઓ ટેકનોલોજી સાથે જોડવામાં આવી છે. આનાથી ખૂબ જ ઝડપી ન્યાય પ્રક્રિયા ખૂબજ ઝડપી બનશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે દેશભર માંથી ઉપસ્થિત મહાનુભાવોને જણાવતા કહ્યું હતું કે, એ.આઈના ઉપયોગ કરી સંગ્રહેલા ડેટાને પરિણામ લક્ષી બનાવી એનાલિસિસ થકી પ્રેક્ટિકલ વિશ્ર્લેષણ દ્વારા વ્યવસ્થાને સુધારવાની જરૂૂરિયાત હોવાનું સૂચન કર્યું હતું.આ વિષયને તેમણે એક ચેલેન્જના રૂૂપમાં સ્વીકારવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસમાં સૌને આવકારતાં કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કાયદો-વ્યવસ્થા અને પોલીસ દળમાં અનેક રિફોર્મ કરવામાં આવ્યા છે. કોમ્યુનિટી પોલિસિંગની સાથે સાયન્ટિફિક પોલિસિંગ પર ભાર મુકાયો છે, જેના કારણે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનની પદ્ધતિમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પોલીસ વિજ્ઞાન, ભારતીય ન્યાય સંહિતા કાયદો, મિશન કર્મયોગી, ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસ 2024- 50મું સંમેલન મળી 4 પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.આ અખિલ ભારતીય વિજ્ઞાન સંમેલનમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, ઇઙછઉ ના મહાનિર્દેશક રાજીવકુમાર શર્મા, ઇઙછઉના એડીશનલ ઉૠ રવિ જોસેફ લોક્કુ, રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના ઉપ કુલપતિ બિમલ પટેલ તથા રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય અને દેશભરમાંથી વિશેષ સુરક્ષા ,ટેક્નોલોજી,ફોરેન્સિક માટે વિવિધ જગ્યાએ કાર્યરત અને નિષ્ણાત એવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રોહિબિશન, નાર્કોટિક્સ અને ડયુમન ટ્રાફિકિંગ સહિતના ગુનેગારોના ડેટા એક ક્લિકમાં મળી જશે
કોમ્પ્યુટરાઈઝેશન સી.સી.ટી. એન.એસ થકી સૌથી પહેલા આ પ્રક્રિયામાં 17000 પોલીસ સ્ટેશનને જોડવામાં આવ્યા છે. તેમનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈ- કોર્ટના માધ્યમથી 22 હજાર અદાલતોને જોડવામાં આવી, વિઝનમાં બે કરોડ કેદીઓનો ડેટા ઉપલબ્ધ છે, અને પ્રોહિબિશનમાં એક કરોડ પચાસ લાખથી વધુ પ્રોહિબિશનનો ડેટા છે, ઈ- ફોરેન્સિકમાં 23 લાખથી વધુ ફોરેન્સિક યુઝર્સનો ડેટા જ્યારે નફીસ ( નેશનલ ઓટોમેટેડ ફીંગરપ્રિંટ આઈડેન્ટિફીકેશન સિસ્ટમમાં 01 કરોડ 06 લાખ લોકોના ફિંગર્સ પ્રિન્ટનો ડેટા ઉપલબ્ધ છે. આ ઉપરાંત આઈ મોટમાં લગભગ 22 હજાર આતંકવાદી પ્રવૃત્તિઓની પ્રોહિબિશન પૂર્ણ થયા સુધીનો ડેટા અને ઇન્વેસ્ટિગેશન ડેટા બધું જ ઉપલબ્ધ છે, જ્યારે નિદાનમાં 7 લાખ નાર્કોટ ઓફેન્ડરનો ડેટા છે. ઉપરાંત એક લાખ હ્યુમન ટ્રાફિકિંગ ઓફેન્ડરના ડેટા અને ક્રાઇમ મલ્ટી એજન્સી સેન્ટરમાં 16 લાખ એલર્ટ પણ જોડાયા છે.