પેચર ટેકનોલોજીની માત્ર વાતો, વોર્ડ નં.10માં જૂની પધ્ધતિથી રોડનું કામ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજદિપસિંહજી જાડેજા અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણીએ માંગ કરી છે.
શહેરના વોર્ડ નંબર 10 માં રામપાર્ક મેન રોડ પર વેદાંત એપાર્ટમેન્ટ પાસે શેરીઓમાં ડામરનું કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે શાસકોએ અગાઉ જાહેર કરેલ હતું કે જેટ પેચર દ્વારા ડામર કામ ચાલુ વરસાદે પણ થઈ શકશે આ પદ્ધતિ શહેરમાં અમલીકરણ કરવામાં આવશે પરંતુ તસ્વીરો દેખતા એવું લાગે છે કે આ ડામર કામ જેટ પેચર પદ્ધતિને બદલે જે જૂની પદ્ધતિ છે તે રીતે ડામર કામ થઈ રહ્યું છે.
તો ચાલુ વરસાદે અને ખાડામાં ડામોર કામ થાય તો તેની ગુણવત્તા જળવાઈ નહીં અને કરેલ ડામર પણ ઉખડી જવાની પૂરેપૂરી શક્યતા રહે છે. વોર્ડ નંબર 10 માં ચાલુ વર્ષ સાથે થઇ રહેલા આ કામ અંગે તે વિસ્તારના સીસી ફૂટેજ મેળવી ચાલુ વરસાદે જો ડામર થઈ ન શકે એવી જોગવાઈ છે ત્યારે જો વરસતા વરસાદે ડામર કરવામાં આવતો હોય તો કસુરવાન કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે વિજીલિયન્સ તપાસ કરી કડક કાર્યવાહી કરવા