બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલને જુનિયર એડવોકેટ એસોસિએશનનો ટેકો
લીગલ સેલની સમરસ પેનલ તરફે મતદાન કરી જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે કરી અપીલ
રાજકોટ નવા કોર્ટ બિલ્ડિંગ સહિતની અદાલતોમાં કાર્યરત જુનિયર એડવોકેટ એસોશીએશને રાજકોટ બારની તારીખ 19 ડિસેમ્બર યોજાનારી ચૂંટણી સંદર્ભે જુનિયર ધારાશાસ્ત્રીઓના પ્રશ્નને યોગ્ય વાચા આપવામા હંમેશા અગ્રેસર સમરસ પેનલના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો છે. જુનિયર બાર એસોશીએશનના હોદેદારો તથા કારોબારી સભ્યોની મળેલી મીટિંગમાં જુનિયર એડવોકેટ એસો.ના ફાઉન્ડર મેમ્બર ગીરીરાજસિંહ રાઠોડ, કુલદીપસિંહ જાડેજા, ચેરમેન શીવરાજસિંહ બી. ઝાલા, પ્રેસીડન્ટ ચંદ્રસિંહ પરમાર, વર્કીંગ પ્રેસીડન્ટ ચંદ્રસિંહ તલાટીયા, મહીલા વીંગ પ્રેસીડન્ટ ધર્મીષ્ઠાબા જાડેજા, કેમ્પસ પ્રેસીડન્ટ મહેન્દ્રભાઈ ભાલુ તથા કારોબારી સભ્યોઓએ હાજરી આપી હતી.
જે દરમિયાન વકીલોના પડતર પ્રશ્નો સબંધે વિગતવારની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. તેમાં અગાઉ જુનિયર બાર એસો.ના હોદેદારો દ્વારા જુનિયર બાર એસો.ના બેનર તળે પેનલ ઉતારવાનું નક્કી થયું હતું, સમરસ પેનલમા જુનિયર બાર એસો.ના ધણા સમર્થકોનો સમાવેશ થતા તેમજ લીગલ સેલ સમરસ પેનલની પેનલ તૈયાર થયા બાદ આ પેનલના તમામ ઉમેદવારો નિર્વિવાદીત વ્યકિતત્વ ધરાવતા વ્યકિતઓ હોવાથી જુનીયર બાર એસો. દ્વારા લીગલ સેલની સમરસ પેનલ ટુ પેનલ મતદાન કરી જંગી બહુમતીથી ચુંટી કાઢવા માટે અપીલ કરી છે. આ રીતે દિન - પ્રતિદીન વિવીધ અગ્રણી વકીલનો લીગલ સેલ- સમરસ પેનલને ટેકો મળી રહયો હોવાનું પેનલના પ્રમુખપદના ઉમેદવાર સુરેશભાઈ ફળદુએ જણાવ્યું છે.
