For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢના એસપી હર્ષદ મહેતાનું રાજીનામું મંજૂર: આજે ભવ્ય રેલી સાથે વિદાય આપવામાં આવશે

11:50 AM Jan 07, 2025 IST | Bhumika
જૂનાગઢના એસપી હર્ષદ મહેતાનું રાજીનામું મંજૂર  આજે ભવ્ય રેલી સાથે વિદાય આપવામાં આવશે

જુનાગઢના એસપી હર્ષદ મહેતાના અચાનક રાજીનામાના કારણે સમગ્ર રાજ્યના પોલીસબેડામાં ભારે ચકચાર મચી છે. 2 દિવસ પહેલા જ એસપી હર્ષદ મહેતાનો બુટલેગરોની સાંઠગાંઠની વાતનો પત્ર વાયરલ પણ થયો હતો અને ત્યારબાદ ઘણા સવાલો પણ ઉભા થયા હતા.જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. હર્ષદ મહેતાનું રાજીનામું એ સમયે આપ્યું છે, જ્યારે 2 દિવસ પહેલા જ તેમના દ્વારા એક પત્ર વાયરલ થયો હતો, જેમાં બુટલેગરો અને પોલીસના સાતે સાંઠગાંઠની વાતો જાહેર કરવામાં આવી હતી. આ પત્રમાં એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, જિલ્લાની પોલીસની મીઠી નજર હેઠળ દારુ અને જુગારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જે પછીથી પ્રગટ થઈ છે.

Advertisement

આવતીકાલે એસપી હર્ષદ મહેતા નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં આજે એસપીને ભવ્ય વિદાય અપાશે. હર્ષદ મહેતાના અચાનક રાજીનામાના કારણે અનેક લોકો અવાચક બન્યા છે. આવતીકાલે જૂનાગઢમાં પોલીસ વડાનો ભવ્ય રોડ શો કાઢવામાં આવશે. શહેરની બહાઉદ્દીન કોલેજ ખાતેથી પોલીસ વડાનો રોડ શો યોજાશે. ત્યાર એસપી હર્ષદ મહેતાનો વિદાય પહેલા જુનાગઢ એસપીનો નવો રંગ પણ જોવા મળ્યો હતો. એસપીહર્ષદ મહેતાએ તબલા વગાડ્યા હતા અને એસપીએ રમકડા સાથે તાલ મિલાવ્યો હતો. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ પણ થયો છે. હર્ષદ મહેતા દ્વારા વાયરલ થયેલા પત્રના કારણે સમગ્ર રાજ્યમાં પોલીસ અને પ્રશાસન સામે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા, અને હવે તે એક મોટી ચર્ચાનો વિષય બની ગયો છે. તેમજ એસપી મહેતાએ જણાવ્યુ હતુ કે, તેઓ પરિવારને સમય આપશે અને આધ્યાત્મિક જીવન જીવવા માંગતા હોય જેથી રાજુનામુ આપ્યુ હતુ.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement