For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ : ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી, આરામની સલાહ

12:08 PM Feb 12, 2025 IST | Bhumika
જૂનાગઢ   ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી  આરામની સલાહ

જૂનાગઢ ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી છે. મહાકુંભમાં સતત ધૂળ ઉડતા ફેફસામાં ઈન્ફેક્શન થતા ઈન્દ્રભારતી બાપુને સારવાર માટે સાત દિવસ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ઈન્દ્રભારતી બાપુને 15 દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જો કે ઈન્દ્રભારતી બાપુએ ઓડિયો સંદેશ જાહેર કર્યો છે.

Advertisement

જેમાં તેમણે કહ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં તબિયત લથડતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સુધારા પર છે. તબીબોએ તેમને 15 દિવસ આરામ કરવાની સલાહ આપી છે.ઈન્દ્રભારતી બાપુએ ઓડિયો મેસેજ દ્વારા તબિયત અંગે જાણ કરી છે.

પ્રયાગરાજ મહાકુંભમાં તબિયત બગડતા સાત દિવસ ઈંઈઞ માં દાખલ થયા હતા. હવે તબિયતમાં સુધાર થયો હોવાનું ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું છે. હાલ પંદર દિવસ સુધી આરામ કરવાની ડોક્ટરે સલાહ આપી છે. ભીડભાડથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement