જૂનાગઢ ગેરકાયદેસરની ધર્મ સત્તા ધ્વસ્ત, મોડી રાત્રે મનપાનું ઑપરેશન ડિમોલિશન
- મોડીરાત્રે એક દરગાહ અને બે મંદિરોનું મહાનગરપાલિકા તંત્ર દ્વારા ઓચિંતું ડિમોલિશન હાથ ધરાયું
જૂનાગઢમા ગત મોડી રાત્રિના મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું મજેવડી દરવાજે મોડી રાત્રે ગેરકાયદે દરગાહ પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું સવાર પડે તે પહેલા જ બે મંદિર અને એક દરગાહને દુર કરવામાં આવ્યા હતા 800થી વઘુ પોલીસકર્મીના લોખંડી બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી મોડી રાત્રે બે વાગ્યે તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી આ ડિમોલિશનની કાર્યવાહી જૂનાગઢ શહેર, જિલ્લા અને જિલ્લા બહારની પોલીસની લેવાઈ મદદ મનપા અને મહેસૂલ વિભાગના દસ્તાવેજોની પૂરી ચકાસણી બાદ કાર્યવાહી આગોતરા આયોજન મુજબ એડવાન્સમાં જ બોલાવાઈ હતી. સુરક્ષાદળી બે ટુકડીઓ જલારામ સોસાયટીમાં આવેલ જલારામ મંદિરનું બાંધકામ અને રેલ્વે સ્ટેશન નજીક મંદિર નું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું સવારનો સુરજ ઉગતા ની સાથે જ શહેર ભરમાં આ કામગીરીને લઈ ચર્ચાનો માહોલ ઊભો થવા પામ્યો હતો.
જૂનાગઢના મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને નોટિસ આપવાના મામલે ગત 16 જૂનના રોજ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો આ મામલે પોલીસે અનેક ધરપકડો કરી હતી ત્યારે ગત્ મોડી રાત્રે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે દરગાહના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગત્ મોડી રાત્રે શહેરમાં ધાર્મિક સ્થળો પર કરાયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા મોડી રાત્રે મજેવડી ગેટ નજીક આવેલી દરગાહનું ડિમોલેશન કરાયું હતું. તો બીજી તરફ તળાવ દરવાજા નજીક આવેલા જલારામ મંદિરનું પણ ડિમોલેશન કરાયું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળો પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર સજ્જ થયુ હતું ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢ એસપી દ્વારા જિલ્લાની તમામ પોલીસને એટલે કે અધિકારીઓ અને કર્મચારીઓ સહિત લગભગ 800 જેટલા પોલીસ કર્મીઓને જૂનાગઢ હેડ ક્વાર્ટર ખાતે તાત્કાલિક બોલાવી લેવામાં આવેલ અને દરગાહ ડિમોલેશન મામલે પોલીસને સૂચના આપવામાં આવી હતી. ત્યારે જૂનાગઢ એસપી, તમામ ડિવિઝનના ડીવાયએસપી, જિલ્લાના તમામ પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફને દરગાહ ડિમોલેશનના બંદોબસ્તને લઈ તૈનાત કરવામાં આવ્યા હતા. ઉપરાંત શહેરના તમામ રસ્તાઓ પણ મોડી રાતે બંધ કરાયા હતા બીજી તરફ જૂનાગઢ એસ.પી. દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જૂનાગઢ તરફથી આવતા જતા તમામ રસ્તાઓ ત્રણથી ચાર કલાક માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. મજેવડી ગેટ તરફ આવતાં વાહનોને બાયપાસ તરફ વાળવામાં આવ્યા હતા જ્યારે આ કામગારી તંત્ર દ્વારા આ ગુપ્ત ઓપરેશનની વિગતો સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવી હતી.
ગત્ 16 જૂન 2023 ના રોજ મજેવડી દરગાહ ડિમોલેશન મામલે દરગાહ પર નોટિસ ચોંટાડવામાં આવી હતી. જેમાં પાંચ દિવસમાં જરૂૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું જેને લઇ મોડી રાત્રે લઘુમતી સમાજના લોકોનાં ટોળાં એકત્રિત થયાં હતાં. જ્યાં પોલીસ અને મુસ્લિમ સમાજના અમુક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું આ ઘર્ષણ દરમિયાન થયેલ પથ્થરમારામાં એક રાહદારીનું મોત પણ થયું હતું જ્યારે અથડામણ થઈ ત્યારે ટોળાએ મજેવડી દરવાજા ખાતે તૈનાત પોલીસ પર પણ હુમલો કર્યો હતો. જેમાં પથ્થરમારામાં ભોદાભાઈ ઉર્ફે પોલાભાઈ વિનાભાઈ સુરેજાનું પથ્થરમારાથી મોત થયું હતું. તો તૈનાત પોલીસ કર્મીઓમાં જૂનાગઢ ડીવાયએસપી અને એક પીએસઆઇ ઘાયલ થયા હતા ટોળાએ પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરી હતી એ વખતે આવારા તત્ત્વો દ્વારા મજેવડી ગેટ પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. રોષે ભરાયેલાં ટોળાંએ એક પોલીસકર્મીનું બાઈક સળગાવ્યું હતું. તેમજ એક પોલીસની સરકારી ગાડી અને સરકારી બસ તેમજ એક પોલીસકર્મીની કારમાં ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં પથ્થરમારો થતા પોલીસ દ્વારા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને સમગ્ર સ્થિતિને કાબૂમાં લેવા જૂનાગઢ પોલીસ દ્વારા 200 થી વધુ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.