For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ ભાજપમાં ડખ્ખો, જિલ્લા પંચાયત પ્રમુખને ડેરીના ચેરમેને આપેલી ધમકી

11:13 AM Apr 30, 2025 IST | Bhumika
જૂનાગઢ ભાજપમાં ડખ્ખો  જિલ્લા પંચાયત પ્રમુખને ડેરીના ચેરમેને આપેલી ધમકી

જુનાગઢમાં ભાજપના બે નેતાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને હવે જુનાગઢ જિલ્લા ભાજપના આ બે નેતાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

Advertisement

પૂર્વ પ્રમુખના પતિ અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ આ ધમકી હરેશ ઠુમ્મરને આપી છે. વોટસએપ કોલિંગથી જિલ્લા પ્રમુખને ધમકી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે અગાઉ પણ પ્રમુખને દિનેશ ખટારીયા ધમકીઓ આપી ચૂક્યા છે. જિલ્લા પંચાયતના સભ્યોમાં આંતરિક મત ભેદો કરાવતા હોવાની ફરિયાદ તેમની વિરૃદ્ધ થઈ હતી.

ઘટનાની વાત કરીએ તો વંથલી તાલુકાના સરપંચઓ દ્વારા ડીડીઓનું સન્માન કરાયું હતું. સન્માન પ્રસંગે સરપંચોએ પ્રમુખ હરેશ ઠુમ્મરની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આ શુભેચ્છા મુલાકાત બાદ દિનેશ ખટારીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર ગાંધીનગર જવા રવાના થયા અને આ સમગ્ર મામલાને લઈને મવડી મંડળને રજૂઆત કરાશે.

Advertisement

ડીડીઓ અને સરપંચ યુનિયનના ચાલતા વિવાદમાં ભડકો થયો છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈ દિનેશ ખટારિયાએ નિવેદન આપતા કહ્યું કે મેં આવી કોઈ ધમકી આપી નથી. મારો વિરોધ માત્રને માત્ર જિલ્લા વિકાસ અધિકારી સામે છે, એ પણ ગામડાના વિકાસ માટે ડીડીઓની જોહુકમી સામે વિરોધ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement