For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામકંડોરણામાં લાભાર્થીઓને 100 વાર પ્લોટની સનદો આપતા જયેશભાઈ રાદડિયા

12:20 PM Aug 10, 2024 IST | Bhumika
જામકંડોરણામાં લાભાર્થીઓને 100 વાર પ્લોટની સનદો આપતા જયેશભાઈ રાદડિયા
Advertisement

જામકંડોરણામાં 100 વાર પ્લોટની સનદો લાભાર્થીઓને જયેશ રાદડિયા ની ઉપસ્થિતિમાં આપવામાં આવી, જામકંડોરણા ગ્રામ પંચાયત દ્વારા લાભાર્થીઓને રહેણાંક હેતુ માટે ફાળવવામા આવેલ 100 ચો.વારના પ્લોટની સનદ આપવામા આવી, જામકંડોરણા ના લાભાર્થીઓને નવા આવાસ બનાવવા સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડીયા એ શુભકામનાઓ સાથે કંઈ પણ જરૂૂરિયાત હોય તો જણાવવા કહ્યું હતું, 100 ચોરસ વાર યોજનાનો મુખ્ય હેતુ ગરીબી નીચે જીવતા લોકોને પોતાનું ઘર બનાવી આપવાનો, જે લોકો જોડે પાકું ઘર નથી તેમને ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ આપીને તેઓ જીવન સારું રહે એ હેતુથી પ્લોટ આપવામાં આવે છે,100 ચોરસ વાર મફત પ્લોટ યોજનાનો લાભ લેવા માટે ઓફલાઈન અરજી કરવાની રહે છે અરજી કરવા માટે સૌપ્રથમ તમારા ગામના તલાટી અથવા ગ્રામસેવક જોડેથી મફત યોજના નું ફોર્મ મેળવવું પડશે ત્યાર પછી આ ફોર્મ ભરીને તલાટીના સહી સિક્કા કરાવીને માંગેલા ડોક્યુમેન્ટ જોડીને સરપંચની સહી કરાવી જિલ્લા પંચાયત મોકલવાનું રહે છે બાકીની પ્રોસેસ મામલતદાર કચેરી કરતી હોય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement