પત્રકાર મહેશ લાંગાની EDએ ધરપકડ કરી, 4 દિવસના રિમાન્ડ મંજૂર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પત્રકાર મહેશ પ્રભુદાન લાંગાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેને અમદાવાદની મિર્ઝાપુર કોર્ટના માનનીય સ્પેશિયલ જજ (PMLA) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે 28/02/2025 સુધી 04 દિવસ માટે ED કસ્ટડી મંજૂર કરીને રિમાન્ડ મંજૂર કર્યા છે. મહેશ લાંગા પર શેલ કંપનીઓ બનાવીને હવાલા મારફતે નાણાંની હેરાફેરી કરવાનો આરોપ છે. અમદાવાદ અને રાજકોટ પોલીસ દ્વારા અગાઉ તેમની ધરપકડ કરવામાં આવી હતી, અને તેઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ED દ્વારા મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. GSTફ્રોડ કેસમાં, 7 ઓક્ટોબરના રોજ મહેશ લાંગા અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તપાસમાં તેમના ઘરેથી 20 લાખ રૂૂપિયા રોકડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હતા.ભાવનગર, સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, અને 220 થી વધુ બોગસ કંપનીઓ બનાવવામાં આવી હોવાનું જણાયું હતું.
ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપની તેમની પત્ની, પિતરાઈ ભાઈ અને સુરક્ષા ગાર્ડના નામે બનાવવામાં આવી હતી.તપાસમાં છેલ્લા બે વર્ષમાં 20 કરોડ રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જનક ઠાકોર નામના વ્યક્તિ દ્વારા મહેશ લાંગા વિરુદ્ધ છેતરપિંડી અને બદનક્ષીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ (ઈઇ) દ્વારા 8 ઓક્ટોબર 2024 ના રોજ અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે મહેશ લાંગાની ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ GSTઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે 13 કંપનીઓ અને તેમના માલિકો પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ઈંઝઈ) છેતરપિંડીનો આરોપ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ નકલી બિલો દ્વારા નકલી ઈંઝઈનો લાભ મેળવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. FIRમાં જણાવ્યા અનુસાર, આ કૌભાંડમાં 220 થી વધુ બેનામી અને નકલી કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ દ્રારા પણ GSTફ્રોડના અન્ય એક કેસમાં મહેશ લાંગાની ધરપકડ કરવામાં આવી છે. મહેશ લાંગાએ ઘણી વખત જામીન અરજી પણ મૂકી ચૂક્યો છે, પણ કોઈ રાહત મળી નથી.