ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાયલા અને સુદામડામાં પોલીસ-PGVCLનું સંયુક્ત ઓપરેશન

12:31 PM Nov 15, 2025 IST | admin
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સાયલા અને સુદામડા ગામમાં PGVCL ટીમ સાથે રાખીને ડે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં આશરે 60 લાખ રૂૂપિયાનો વીજચોરી દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે 13 વાહન ડિટેઇન કરાયા અને 9,300 રૂૂપિયાનો રોકડ દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

Advertisement

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ના નેતૃત્વ હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી, સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી અને એસઓજી ટીમો, તેમજ લીંબડી ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ 70 પોલીસકર્મીઓની ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએPGVCLના 90 અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને સંયુક્ત કાર્યવાહી કરી હતી.

આ ઓપરેશન દરમિયાન, અસામાજિક અને માથાભારે તત્વોના રહેણાંક મકાનો પર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા, સંબંધિત ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને આશરે 60 લાખ રૂૂપિયાનો વીજ કનેક્શન દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, સાયલા પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને સઘન ટ્રાફિક તથા વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં આશરે 13 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને વાહનચાલકો પાસેથી મોટર વાહન અધિનિયમ હેઠળ કુલ 9,300 રૂૂપિયાનો રોકડ દંડ વસૂલવામાં આવ્યો હતો.

પોલીસે સાયલા વિસ્તારમાં અસામાજિક તત્વો, MCR (મોસ્ટ ક્રિમિનલ રેકોર્ડ) અને HS (હિસ્ટ્રી શીટર) ઇસમો, માથાભારે તત્વો અને જાણીતા જુગારીઓના રહેણાંક મકાનોની પણ તપાસ કરી હતી. કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે વસ્તુ મળી આવ્યે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Tags :
gujaratgujarat newsPGVCLSayla
Advertisement
Next Article
Advertisement