રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જીતુ વાઘાણીની નિમણૂક
25 પ્રધાનોને વિવિધ જિલ્લાના પ્રભારીની જવાબદારી સોંપાઈ
રાજ્યના દરેક જિલ્લાનો સુવ્યવસ્થિત વહીવટ અને દેખરેખ સુનિશ્ચિત થાય તે માટે ગુજરાત સરકારે 25 નવા પ્રભારી મંત્રીઓની ફાળવણી જાહેર કરી છે. તાજેતરમાં નવા મંત્રીમંડળની રચના થયા બાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા. 1 નવેમ્બર, 2025ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ નવી ફાળવણી મુજબ, દરેક મંત્રીને બે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. તે અંતર્ગત રાજકોટના પ્રભારી મંત્રી તરીકે જીતુભાઇ વાઘાણી અને સહ પ્રભારી તરીકે ત્રિકમ છાંગાની વરણી કરવામા આવી છે.
આ સિવાય નાયબ મુખ્યમંત્રી હર્ષ રમેશકુમાર સંઘવી વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સંભાળશે. કનુભાઈ મોહનલાલ દેસાઈ સુરત અને નવસારી જિલ્લાનો પ્રભાર સંભાળશે.જીતુભાઈ સવજીભાઈ વાઘાણીને અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે.
જયારે ઋષિકેશ ગણેશભાઈ પટેલને અમદાવાદ અને વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે.કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રભાર સોંપાયો છે.નરેશભાઈ મગનભાઈ પટેલ વલસાડ અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કાર્યભાર સંભાળશે. અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડીયાને જામનગર અને દાહોદ જિલ્લાનો પ્રભાર સોંપાયો છે. ડો. પ્રદ્યુમન ગનુભાઈ વાજાને સાબરકાંઠા અને જૂનાગઢ જિલ્લાના, રમણભાઈ ભીખાભાઈ સોલંકીને ખેડા અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપાય છે.