For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને પ્રવકતા મંત્રીની જવાબદારી

05:11 PM Oct 29, 2025 IST | admin
જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને પ્રવકતા મંત્રીની જવાબદારી

અગાઉ પણ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી પ્રવકતા મંત્રીની જવાબદારી સંભાળી ચુકયા છે

Advertisement

ઋષિકેશ પટેલ અને કનુ દેસાઈની જગ્યાએ બન્ને નેતાની નિમણૂંક

ગુજરાત રાજ્યના નવા મંત્રી મંડળના વિસ્તરણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવકતા મંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના નિતી વિષયક નિર્ણયો અને મહત્વપૂર્ણ બાબતોની માહિતી રજુ કરવા માટે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને પ્રવકતા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

મંત્રી મંડળના વિસ્તરણ બાદ જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હર્ષ સંઘવીને તો નાયબ મુખ્યમંત્રી પછી ફરીથી રાજ્યના પ્રવકતા મંત્રી તરીકેની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
આ સિવાય કૃષીમંત્રી જીતુ વાઘાણીને પણ ફરી એક વખત પ્રવકતાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ સરકારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રવકતા મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતાં. નવા મંત્રી મંડળમાં ફેરફાર અને જવાબદારીની પૂન: વહેચણીના ભાગરૂપે પ્રવકતા મંત્રી તરીકે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને જવાબદારી સોંપવામાં આવી છે.

આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી અને જીતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આગાઉ પણ બંન્ને નેતા પ્રવક્તા મંત્રી તરીકે રહી ચૂક્યા છે. આ પહેલા જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. હવે નવી ફરજ હેઠળ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે. ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રી તરીકે જીતુ વાઘાણી અને હર્ષભાઇ સંઘવી હવે રાજ્ય સરકારના કેબિનેટ નિર્ણયો, જાહેર નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી મીડિયા સમક્ષ રજૂ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement