ગોંડલના ઉમવાડા અંડરબ્રિજના પાણી મુદ્દે જીગીશા પટેલનો નવતર વિરોધ
ગોંડલ નાં ઉમવાડા અંડરબ્રીજ માં સતત વહી રહેલા પાણીની માથાનાં દુખાવારુપ સમસ્યાનો આજસુધી કોઇ ઉકેલ આવ્યો ના હોય આપ નાં નેતા જીગીશા પટેલે નવતર પ્રયોગ દ્વારા વિરોધ વ્યક્ત કર્યો હતો.
જીગીશા પટેલે અંડરબ્રીજ નાં મધ્યમાં જ્યાં પાણી ભરાતુ હોય છે.ત્યાં કંકુ,અબીલ ગુલાલ ફુલ સાથે દિવડો પ્રગટાવી શ્રીફળ વધેરી પુજા કરી જણાવ્યું કે અંડરબ્રીજ માં પાણીની સમસ્યા જુની હોવા છતા નગરપાલિકા તથા રેલ્વે તંત્ર એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે.બીજી બાજુ રોજીંદા હજારો રાહદારીઓ પરેશાન બની રહ્યા છે.જે તંત્ર ની જવાબદારી આવતી હોય તેમણે પ્રજા નાં હીત માં તાકીદે ઉકેલ લાવવો જોઈએ.
ઉલ્લેખનીય કે ઉમવાડા અંડરબ્રીજ બન્યે છ વર્ષ થયા છે.બ્રીજ નીચે પાણી ભરાયેલું રહેતુ હોય પસાર થતા રાહદારીઓ પરેશાન થઇ રહ્યા છે. જિગીશા પટેલ નાં વિરોધ અંગે નગરપાલિકા તંત્ર દ્વારા જણાવાયું કે આ જવાબદારી રેલ્વે વિભાગ ની છે.અંડરબ્રીજ ની હેઠળ પાણી ભરાયેલુ રહેછે.આ અંગે નગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગને અનેક રજુઆતો કરાઇ છે.પણ તેમના તરફથી સહકાર મળતો નથી. અંડરબ્રીજ ની નજીક મોટો બુગદો વહેછે.જેને કારણે પાણી અંડરબ્રીજ અંદર સિકેજ થઇ રહ્યુછે.મતલબ જવી રહ્યુ છે. હવે જિગીશા પટેલ નાં પુજા પાઠ ની અસર તંત્ર પર કેવી થશે તે જોવું રહ્યું.