અનિડા ગામમાં જઇને જીગીષા પટેલ ભરાયા
તમે જયાં જાવ છો ત્યાં ખેડૂતો હેરાન થાય છે, ગ્રામજનોએ ઘેરી લીધા
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા જિગીષા પટેલને ગોંડલ તાલુકાના અનિડા ગામે જનસંપર્ક દરમિયાન ગ્રામજનોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ડુંગળીના ભાવ દારૂૂડિયા શબ્દનો ઉપયોગ અને સ્થાનિક ખેડૂતોના પ્રશ્નોને લઈને ગ્રામજનોએ નેતાને ઘેરી લીધા હતા અને તેમના પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. એક તબક્કે, રોષે ભરાયેલા ગ્રામજનોએ તો ત્યાં સુધી કહી દીધું કે, ડુંગળીના ભાવ 500 રૂૂપિયા થાય તો ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય, પણ 500નો તો તમે મેકઅપ કરીને આવો છો. આ વિરોધને પગલે રાજકારણ ગરમાયું છે.ગત બુધવારે સાંજે 6 વાગ્યે જ્યારે જિગીષા પટેલ અનિડા ગામે પહોંચ્યા, ત્યારે ગ્રામજનોએ તેમને ઘેરી લીધા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
જિગીષા પટેલ આશરે એક કલાક જેટલો સમય અનિડા ગામમાં રોકાયા હતા. જોકે, ગ્રામજનોએ જિગીષા પટેલના પ્રશ્નો અને વાતો ઓછા સાંભળ્યા ને ઉલટાનું તેમને ઘેરી લીધા હતા. લોકોએ તેમને ગોંડલ તાલુકાના કામ વિશે વાતો કરી અને જણાવ્યું કે, તમે જ્યાં જાવ છો ત્યાં ખેડૂતો હેરાન થાય છે.
ગ્રામજનોએ જિગીષા પટેલને ગામમાં અંદર આવીને કોઈને વાંધો છે કે કેમ તે પૂછવા જણાવ્યું, પરંતુ જિગીષા ગામની અંદર ગયા નહોતા. અનિડા-ભાલોડીના સરપંચે કહ્યું કે, ગણેશભાઈએ અમારે અડધી રાતનો હોંકારો છે.
જિગીષા પટેલે કહ્યું કે, ક્યાંય ભ્રષ્ટાચાર થતો હોય તો થવા દેવો નથી. ગ્રામજનોએ વળતો પ્રશ્ન કર્યો કે, ક્યાં થયો છે? ક્યાંય થયો જ નથી. એક ખેડૂતે ડુંગળીના ભાવનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે, ડુંગળીના 500 થાય તો ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય. પણ, 500નો તો તમે મેકઅપ કરીને આવ્યા છો , માંવીનુ કહો છો તો ડુંગળીનો મુદો લ્યો ને.
સૌથી મોટો હોબાળો ત્યારે થયો જ્યારે જિગીષા પટેલે અનિડા ગામે જઈને કહ્યું કે, અનિડામાં દારૂૂડિયા છે. આ સાંભળીને સમગ્ર ગ્રામજનો અને ખેડૂતો જિગીષા પટેલ પર રોષે ભરાયા હતા. ગ્રામજનોએ પડકાર ફેંક્યો કે, હાલો ક્યાં ચેક કરવા જવું છે , તમે કેમ એમ કીધું કે દારૂૂ પીધો એમ, તમારે મારી માફી માગવી જોશે. દારૂૂ પીધો છે એવું બોલતાની સાથે જ ગ્રામજનોએ ભારે વિરોધ અને હોબાળો મચાવ્યો હતો.