ભારે ખળભળાટ મચાવતી જીગીશા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લિપ
નરેશ પટેલને નિશાન બનાવતી ઓડિયો ક્લિપ બન્ની ગજેરાના મોબાઇલમાંથી પોલીસને મળ્યાનો ટીવી ચેનલનો દાવો
પોલીસને મળી હોય તો પણ અતિ સંવેદનશીલ ઓડિયો ક્લિપ મીડિયા સુધી પહોંચાડી વાયરલ કરવા પાછળના આશય અંગે તરેહ તરેહની ચર્ચા
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે ગઈકાલે સાંજથી વાયરલ થયેલી પાટીદાર મહિલા અગ્રણી જીગીશા પટેલ અને વિવાદી યુ ટ્યૂબર બન્ની ગજેરા વચ્ચેની વાતચીતની કથિત ઓડિયો ક્લિપથી સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને પાટીદાર સમાજમાં ભારે ખળભળાટ હજી જવા પામેલ છે. ગઈકાલે સાંજે એક ટીવી ચેનલે આ ઓડિયો ક્લિપ વાયરલ કરી હતી અને આ ઓડિયો ક્લિપ બની ગજેરા ની પોલીસ તપાસ દરમિયાન બની ગજેરાના મોબાઇલમાંથી પોલીસને મળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે આ ઓડિયો ક્લિપ પોલીસને મળી હોય તો ખરાઈ કર્યા વગર વાયરલ કઈ રીતે થઈ ગઈ તે અંગે પણ તરેહ તરેહની ચર્ચા જાગી છે.
આ કથિત ઓડિયો ક્લિપમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર સમાજના ટોચના સામાજિક આગેવાન નરેશ પટેલ વિશે કેટલીક વિવાદ આસ્પદ ચર્ચાઓ જીગીશા પટેલ અને બની ગજેરા વચ્ચે થતી દર્શાવાય છે, જોકે જીગીશા પટેલે આ ઓડિયો ક્લિપ અંગે પોતે કશું જાણતા નહીં હોવાનું જણાવી પોલીસ તપાસ કરશે તો સત્ય બહાર આવશે તેવું જણાવ્યું હતું.
શુક્રવારે રાત્રે 9:00 વાગ્યા બાદ એક ખાનગી ટીવી ચેનલ આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી હતી અને આ ઓડિયો ક્લિપ પોલીસને મળી હોવાનો આવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર આગની જેમ વાઇરલ થઈ ગઈ હતી.
આ કથિત ઓડિયો ક્લિપમાં જીગીશા પટેલ અને બની ગજેરા વચ્ચે લાંબો વાર્તાલાપ સંભળાય છે અને તેમાં ધોરાજીના ખોડલધામ સમિતિ સાથે સંકળાયેલા યુવાન વરુણ વસોયા નો પણ પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. બની ગજેરા અને જીગીશા પટેલ કોઈ વિડીયો સીડી અંગે વાતચીત કરતા સંભળાય છે. આ દરમિયાન નરેશ પટેલને બ્લેન્ક સીડી સાથે ચિઠ્ઠી મોકલી વોર્નિંગ આપી પૈસાના વહીવટ કરવાની પણ ચર્ચા સંભળાય છે. બની ગજેરા પાસે કોઈ યુવતી અંગેની સીડી હોવાનો દાવો વાતચીતમાં થઈ રહ્યો છે, તો સામા પક્ષે જીગીશા પટેલ પણ તેને કોઈપણ ઉપર ભરોસો કર્યા વગર સીધા જ ડીલ કરવા સલાહ આપતા સંભળાય છે.આ ઓડિયો ક્લિપમાં ગત નવરાત્રી દરમિયાન ધોરાજીના અરુણ વઘાસીયાઍ રૂૂપિયા બે લાખ આપવાનો વાયદો કર્યાનું કહેતા બની ગજેરાને સાંભળી શકાય છે.
જ્યારે સામા પક્ષે જીગીશા પટેલ પણ આ વાત પોતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને રૂૂબરૂૂ પહોંચાડી હોવાનું કહેતા સંભળાય છે. જોકે આ ઓડિયો સાચી છે કે ખોટી તે અંગે ખરાઈ થતી નથી પરંતુ પોલીસને બન્ની ગજેરાના મોબાઇલમાંથી ઓડિયો ક્લિપ મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ખરેખર પોલીસને આવી કોઈ ઓડિયો ક્લિપ મળી છે કે કેમ? તેમજ ઓડિયો ક્લિપ પોલીસને મળી હોય તો તે મીડિયા સુધી પહોંચાડવામાં કોની ભૂમિકા છે તે અંગે પણ ભારે ચર્ચા જાગી છે.
આ ઓડિયો ક્લિપમાં નરેશ પટેલને નિશાન બનાવી તેને બ્લેકમેલ કરવા પ્રયાસ થઈ રહ્યા છે સ્પષ્ટ જણાઈ રહ્યું છે ત્યારે આટલી સંવેદનશીલ ઓડિયો ક્લિપ પોલીસને મળી હોય તો પોલીસે કોના કહેવાથી મીડિયા સુધી પહોંચાડી તે પણ સવાલ ઉઠી રહ્યા છે. જો પોલીસને આવી કોઈ ઓડિયો ક્લિપ મળી હોય તો પોલીસે સામેથી સ્પષ્ટતા કરવી જોઈએ નહીંતર આગામી દિવસોમાં આ મુદ્દો વધુ સંવેદનશીલ બને અને તેના ઘેરા પડઘા પણ પડી શકે છે.
ઓડિયો ક્લિપને ગોંડલના વિવાદો સાથે કનેકશન ?
છેલ્લા કેટલાક સમયથી ગોંડલ કેન્દ્રિત રાજકારણ અને બે જૂથ વચ્ચેની લડાઈમાં પાટીદારો બંને તરફ હાથો બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખોડલધામ સાથે સંકળાયેલા કાર્યકરો પણ આ લડાઈમાં સીધી કે આડકતરી રીતે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આવા સંજોગોમાં નરેશ પટેલને નિશાન બનાવતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ત્યારે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે. સૌપ્રથમ તો આ ઓડિયો ક્લિપ સામે જ સવાલો ઉઠી રહ્યા છે ,આમ છતાં જો આ ઓડિયો ક્લિપ સાચી હોય તો તે ઈરાદાપૂર્વક વાયરલ કરવા માટે મીડિયા સુધી પહોંચાડવામાં આવી હોવાનું ફલિત થઈ રહ્યું છે. આગામી દિવસોમાં આ ઓડિયો ક્લિપ ના કારણે મોટું ભવંડર પણ ઊભું થઈ શકે છે. ઓડિયો ક્લિપમાં જેની વાતચીત સંભળાઈ રહી છે તે બની ગજેરા સામે હાલ ગોંડલ ભાજપના નેતાઓને બદનામ કરતા વિડીયો બનાવી વાયરલ કરવા અંગે ગુનાઓ નોંધાયેલા છે અને તેના સાથીદાર પિયુષ રાદડિયાની પણમદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જીગીશા પટેલ પિયુષ રાદડિયા માટે ખુલ્લેઆમ પોલીસ સામે મેદાને આવ્યા હતા. આવા સંજોગોમાં આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે પણ ઘણું સૂચક મનાય છે