જેતપુરનો મિતાંશુ ઠેસિયા જમ્યા બાદ લાઇબ્રેરી જવા નીકળતા આબાદ બચાવ
અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાનાં જેતપુરનાં યુવકનો આબાદ બચાવ થયો છે. બીજે મેડિકલ કોલેજમાં જેતપુરનો મિતાંશુ ઠેસિયા બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મિતાંશુ હોસ્ટેલનાં મેસમાં જમ્યા પછી સાથી વિદ્યાર્થી સાથે લાઈબ્રેરી જતો હતો તે દરમિયાન જ બિલ્ડિંગ સાથે એર ઇન્ડિયાનું વિમાન ધકાડાભેર અથડાયું હતું. જો કે, મિતાંશુ બહાર નીકળી જતાં જીવ બચ્યો હતો. પરંતુ, તેનાં હાથનાં ભાગે દાઝી જતા ઈજાઓ પહોંચી છે. મિતાંશુ ઘરે પરત આવી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.જેતપુરનો મિતાંશું ઠેસિયા બીજે મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
દુર્ઘટના બની તે દરમિયાન મિતાંશુ ઠેસિયા હોસ્ટેલની મેસમાં અન્ય સાથી વિદ્યાર્થીઓ સાથે બપોરનું ભોજન જમતો હતો. જો કે, જમવાનું પૂરું થતાં તે સાથીઓ સાથે લાઇબ્રેરી જવા માટે મિતાંશુ નીકળી ગયો હતો. પરંતુ, તે દરમિયાન જ એર ઇન્ડિયાનું વિમાાન બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું. વિમાન અથડાતા જ ભયંકર વિસ્ફોટ થયો હતો.
જો કે, સદનસીબે મિતાંશુ ઠેસિયા પોતાનો જીવ બચવવામાં સફળ રહ્યો હતો. પરંતુ, તેનાં હાથનાં ભાગે દાઝી જતાં ઈજાઓ પહોંચી છે. માહિતી અનુસાર, દુર્ઘટના સમયે હોસ્ટેલમાં 75 થી 100 જેટલા વિદ્યાર્થીઓ અને ડોક્ટરોનો સ્ટાફ હાજર હતો. મિતાંશુનાં બે બેચમેન્ટનું આ દુર્ઘટનામાં મોત થયું છે. મિતાંશુ હાલ તેનાં ઘરે પરત ફર્યો છે.