જેતપુર સિટી કાઉન્સિલ દ્વારા 24મીએ સમૂહ લગ્નોત્સવ
સેવા પરમો ધર્મ યુકિતને સાર્થક કરતાં ગૌં.વા. વિઠ્ઠલભાઇ રાદડિયાનાં સ્મરણાર્થે જયેશભાઇ રાદડિયા ધારાસભ્યશ્રી જેતપુર - જામકંડોરણાનાં સહયોગ અને માર્ગદર્શન નીચે 1998 થી સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જેતપુર મુકામે સ્નેહનું વાવેતર સર્વજ્ઞાતી શાહી 17 માં સમુહ લગ્નનુ ભવ્ય આયોજન તા.-20/04/2025 ના રોજ કરવામાં આવેલ છે. જેમાં 108 નવ દંપતી પ્રભૂતાના પગલા પાડી પોતાનાં નવજીવનની શુભ શરૂૂઆત કરશે.
આ સમુહ લગ્નમાં નવ દંપતીને તાં.-13/04/2025 ના રોજ કબાટ, પલંગ, ગાદલા, ખુરશી, ગેસનો ચુલો, વાસણ જેવી 75 વસ્તુ સુપ્રત કરેલ છે, સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા અને ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડિયાના આશીર્વાદથી અત્યાર સુધીમાં 2500 દિકરીઓને ક્ધયાદાન આપી સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી છે.
તા.20/04/2025 ના રોજ યોજાનાર આ સમુહ લગ્નને સફળ બનાવવા છેલ્લા બે મહિનાથી માન. જયેશભાઇ રાદડિયાની આગેવાનીમા સંસ્થાનાં લીડર જયંતીભાઈ રામોલિયા, વી. ડી. પટેલ, પ્રવિણભાઈ ગજેરા, સંસ્થાનાં પ્રમુખ અરવિંદભાઈ વોરા, સેક્રેટરી વિનોદભાઈ કપુપરા, પ્રોજેક્ટ ચેરમેન પ્રવિણભાઈ નંદાણિયા, મનહરભાઈ વ્યાસ, કૈલાસભાઈ વૈષ્ણવ, રતીલાલ ખાચારિયા, સવજીભાઇ બુટાણી, અમીતભાઈ ટાંક, યોગેશભાઇ શિંગાળા તેમજ સંસ્થાનાં મેમ્બરો જેહમત ઉઠાવી રહ્યા છે આ સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે.
આ શાહી સમુહ લગ્ન માન. શ્રી જયેશભાઇ રાદડિયાની સંપૂર્ણ દેખરેખ અને માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યાં છે. આ કાર્યક્રમને દિપાયમાન કરવા જેતપુરના ઉદ્યોગપતિઓ તેમજ પોરબંદર મત વિસ્તારના સંસદ સભ્ય અને ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલ, મુળુભાઇ બેરા, કુવરજીભાઈ બાવળિયા, ભાનુબેન બાબરીયા ખાસ ઉપસ્થીત રહી નવદંપતીને આશીર્વાદ અર્પણ કરી શુભ કામનાઓ પાઠવશે.
આ ઉપરાંત આ સમુહ લગ્નોત્સવમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, અર્જુનભાઈ મોઢવાડિયા, માજી સાંસદ રમેશભાઈ ધડુક, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, ડિસ્ટ્રીકટ બેંકના ડિરેક્ટર લલિત રાદડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, ભૂપતભાઈ બોદર, કિરીટભાઈ પટેલ, મનસુખભાઈ ખાચરિયા, ગોવિંદભાઈ રાણપરિયા, જમનભાઈ ભુવા, જશુમતિબેન કોરાટ, હરકિશન માવાણી, મીનાબેન ઉસદડિયા, શૈલેષભાઈ હિરપરા, ડી.કે. સખિયા, સુરેશભાઈ સખરેલિયા, વિરજીભાઈ વેકરિયા, સંજયભાઈ ગજેરા, મનસુખભાઈ વાઘાણી વગેરે ઉપસ્થિત રહેનાર છે. 17માં સમુહ લગ્નના મુખ્ય દાતા ચિંતનભાઈ સિતાપરા (ગેલેક્સી ગૃપ) છે. આ ઉપરાંત અનેક દાતાઓએ યથા યોગ્ય દાન આપી સીટી કાઉન્સીલ ઓફ જેતપુરના આ સેવાકાર્યમાં સહયોગ આપ્યો છે.