આપઘાત બાદ જીત પાબારીનો મોબાઇલ લાપતા
જયાં આપઘાત કર્યો તે રૂમ પોલીસે સીલ કરી દીધો, ક્રિકેટર પૂજારાના સાળાની આત્મહત્યા અંગે ઘૂંટાતુ રહસ્ય
પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ ડિપ્રેશનમાં હોવાનું ખૂલ્યુ
શહેરનાં અમીન માર્ગ પર રહેતા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ (ઉં.વ. 28) પોતાના નિવાસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સવારથી જ જીત ઘરે જ હતો. પરિવારજનો તેના રૂૂમમાં જોવા ગયા તો તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં તાત્કાલિક કાલાવડ રોડ પરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો જીત પાબારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જીત પાબારી પરણિત હોવાનું પણ સામે આવ્યું હતુ.
ગત 26 નવેમ્બર 2024ના રોજ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા જીત વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ તે છેલ્લા બે મહીનાથી ડીપ્રેશનમા રહેતો હતો આમ, એક વર્ષ બાદ એટલે કે 26 નવેમ્બર, 2025ના રોજ આત્મહત્યા કરી લીધી હતી પોલીસ તપાસમા જાણવા મળ્યુ છે કે મૃતકનો મોબાઇલ પણ ગાયબ છે અને હાલ જીતે જયા આપઘાત કર્યો તે રુમ પણ સીલ કરી દેવામા આવ્યો છે.
રાજકોટ ACP દક્ષિણ વિભાગ બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઇકાલે સવારના સમયે જીત રસિકભાઈ ચૌધરી (ઉ.વ.30)એ અમીન માર્ગ પર આવે હરિહર સોસાયટીમાં ઉપરના ભાગે પોતાના રૂૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેને પહેલા ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તબીબે મૃત જાહેર કરતા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોની સ્થિતિ સ્વસ્થ ન હોવાથી આજે જે જગ્યાએ યુવાને આપઘાત કર્યો છે, તે રૂૂમને લોક કરવામાં આવ્યો છે. આવતીકાલે ઋજકને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવશે અને સ્થળ તપાસ કરવામાં આવશે. હાલ કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી નથી.
પોલીસની તપાસ દરમિયાન યુવાન જીત પરણિત હોવાનું સામે આવ્યું છે, જે ગઇકાલે સવારે 9.30 વાગ્યા આસપાસ પોતાના ઘર નીચે પણ આવ્યો હતો. ગરમ પાણી પણ પીધું હતું. આ પછી પરત ઉપરના માળે પોતાના રૂૂમમાં જતો રહ્યો હતો. 11.30 વાગ્યા બાદ પરિવારજનો તેના રૂૂમમાં પહોંચતા રૂૂમ અંદરથી બંધ હતો અને ગ્રીલમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા તત્કાલ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એક વર્ષ પહેલા થયેલા દુષ્કર્મ કેસમાં તેને આગોતરા જામીન મેળવ્યા હતા. જોકે, એ કેસના કારણે આત્મહત્યા કરી કે અન્ય કોઈ કારણોસર આપઘાત કર્યો છે એ અંગે તપાસ શરૂૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જીત ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના મામલે માલવીયાનગર પોલીસનાં સુત્રોમાથી જાણવા મળ્યુ છે કે હાલ મૃતક જીત પાબારીનો મોબાઇલ મળ્યો નથી અને તેમનો રુમ પણ પોલીસ દ્વારા સીલ કરી દેવામા આવ્યો છે. તેમનાં ઘરે વિધી પત્યા બાદ સાચુ કારણ જાણવા આગળની તપાસ હાથ ધરાશે તેવુ જાણવા મળ્યુ છે.