વીરપુરમાં નવા બનતા સીસી રોડનું નિરીક્ષણ કરતાં જયેશભાઈ રાદડિયા
સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા તરફ જતો રસ્તો જે વીરપુરના રેલવે સ્ટેશનને પણ જોડતો રોડ છે તેમજ આ રોડને સ્વ.વેલજીભાઈ સરવૈયા માર્ગ નામ પણ અપાયું છે, આ રોડ અતિ બિસમાર હતો પરંતુ યુવા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ અંગત રસ દાખવીને આ રોડને ડામરમાંથી સીસી રોડ કરવા માટે સરકારમાં રજુઆત કરતા સરકાર દ્વારા રૂૂપિયા 1.50 કરોડ ખર્ચે સાડા સાત મીટર પહોળા સીસી રોડનું ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા એ થોડા દિવસો પૂર્વે ખાત મુર્હુત કર્યું હતું.
ત્યારબાદ અશોક ચોકથી પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા તેમજ રેલવે સ્ટેશન તરફનો આ નવો સીસી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવાની કામગીરી શરૂૂ કરાઈ હતી,પરંતુ દિવાળીના તહેવારો અને પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મજયંતી આગામી 29 ઓક્ટોબરના રોજ આવતી હોવાથી ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ વીરપુર સ્પેશિયલ આવીને આ નવા બનતા રોડની વિઝીટ કરી નિરીક્ષણ કર્યું હતું અને કોન્ટ્રાક્ટરને જરૂૂરી માર્ગદર્શન આપી દિવાળી અને પૂજ્ય જલારામ બાપાની જયંતિ પહેલા આ રોડ ઝડપથી વ્યવસ્થિત બની જાય એ બાબતે સૂચન કર્યું હતું, જોકે રોડ બનાવનાર રાજદિપ કંટ્રક્શનના કોન્ટ્રાક્ટરોની કામગીરીની પણ લોકોએ પ્રશંસા કરી હતી.
યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે વીરપુર એક જગ વિખ્યાત યાત્રાધામ છે દીવાળીન તહેવાર અને પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી આગામી દિવસોમાં આવતા હોય જેમને લઈને દેશ વિદેશથી આવતા લાખો યાત્રાળુઓ પૂજ્ય જલા બાપાની ધર્મશાળા ખાતે પ્રસાદ લેવા માટે આ રોડ પર આવતા હોય ત્યારે આ રોડ નવો બનવાથી સુવિધાઓ મળી રહેશે અને ગ્રામજનોને પણ આ રસ્તો નવો બનવાથી અગાઉની મુશ્કેલીઓથી મુક્તિ મળશે,જેમને લઈને યાત્રાળુઓ અને ગ્રામજનોમાં પણ ખુશીની લાગણી પ્રસરી હતી અને લોકોએ ધારાસભ્ય જયેશ રાદડીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.