જયરાજસિંહ-અનિરૂદ્ધસિંહ એક સિક્કાની બે બાજુ
ગોંડલમાં પટેલો વચ્ચે કોઇ વિખવાદ નથી, વિનુભાઇ શિંગાળાની પ્રતિમા મુકવાની કાર્યવાહી વેગમાં, જીગીશા પટેલની ગુજરાતી જાગરણ સાથે સ્પષ્ટ વાત
છેલ્લાં કેટલાક મહિનાથી એક પછી એક ગોંડલમાં વિવાદ યથાવત છે. બન્ની ગજેરાની ધરપકડ બાદ પિયુષ રાદડિયાની ધરપકડ થઈ હતી. આ પછી પિયુષ રાદડિયાની કસ્ટડીમાં તબિયત લથડતાં રાજકોટ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં પાટીદાર નેતાઓ તેમને મળ્યા હતા. ત્યારે ગોંડલની આ ઘટના અંગે જીગીશા પટેલે ગુજરાતી જાગરણ સાથે વાતચીત કરી હતી. જે અહીં તેમના શબ્દશ: રજૂ કરી છે.
ગોંડલની સ્થિતિ અને વિનુ શિંગાળાની મૂર્તિ અંગે જીગીશા પટેલે જણાવ્યું કે, જેની-જેની સાથે અન્યાય થયો હોય એની સાથે અમે કાયદાકીય રીતે જે લડાઈ લડવાની છે એ લડાઈ લડીશું અને એમની સાથે ઊભા રહીશું. ગોંડલમાં અમારું મૂવમેન્ટ એટલું જ છે કે, અમારે વિનુભાઈ શિંગાળાની પ્રતિમા મૂકવાની છે.અને આ માટે મેં જ્યારે આહ્વાન કર્યું હતું એ પછી જ એ લોકોને તકલીફ થઈ હતી. એટલે આ મારી મૂવમેન્ટ ચાલું જ છે. મૂર્તિ બનીને આવશે એટલે અમે એના માટે કામગીરી ચાલું કરીશું.
ગોંડલ વિવાદમાં જ્ઞાતિવાદ અંગે જીગીશા પટેલે કહ્યું કે, ગોંડલમાં પાટીદાર સામ સામે હોય એવું છે જ નહીં. આ મુદ્દો ભટકાવવાની વાતો છે. પહેલાં પાટીદાર અને ક્ષત્રિયો આ પછી પાટીદરો સામસામે હોવાની વાતો કરવામાં આવી છે. જે લોકો અન્યાય સાથે જોડાયેલા છે એની સાથેની લડાઈ છે. બાકી કોઈ જ્ઞાતિવાદ સાથે અમારે લેવા દેવા નથી.
ગોંડલમાં અલગ-અલગ ઘટનામાં જેની સામે કેસ થયા છે અને પીડિતો વિશે જીગીશા પટેલે કહ્યું કે, આ લોકોની સામે લડત આપવા અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. જેવી રીતે રાજકોટમાં જાટવાળા કેસમાં કાયદાકીય લડાઈ આપી, જેવી રીતે અમિતભાઈ ખૂંટવાળા કેસમાં પરિવારને કીધું છે કે, તમારે ખરા અર્થમાં ન્યાય જોઈતો હોય તો ધરણા કરવાના અને આત્મવિલોપન કરવાથી ન્યાય નહીં મળે. ન્યાય માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવી પડશે અને ઈઇઈં તપાસની માંગણી કરાવી પડશે તો જ ખરા અર્થમાં ન્યાય મળશે. પિયુષભાઈ પર જે રીતે ખોટી ફરિયાદ કરવામાં આવી જેમાં તેમના માતાએ કાયદાકીય લડાઈ શરૂૂ કરી એમાં પણ અમે સાથે છીએ. આપણા દુર્ભાગ્ય છે કે, કાયદાકીય પ્રકિયા ખૂબ ધીમી છે પણ ન્યાય મળશે ચોક્કસ.
જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વિશે જીગીશા પટેલે કહ્યું કે, હું પહેલાંથી કહું છું કે, જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ બંને એક સિક્કાની બે બાજુ જ છે. એ લોકો ભલે દેખાડે કે અમે દુશ્મન છીએ. પણ મારું કહેવાનું છે કે, રાજકુમાર જાટવાળી ઘટનામાં પોલીસ એના ફાધરને લોકેશન બતાવીને ગુમરાહ કરે છે. જ્યારે આ કેસમાં આરોપીઓના નામ ખુલ્યા પછી રાજદીપ અને અનિરુદ્ધસિંહ મીડિયામાં આવીને બાઈટ આપતા હતા. છતાં પોલીસ તેમનું લોકેશન ના ગોતી શકી. આરોપીઓને પકડી શકી નહીં.