જવાહર ચાવડાએ યાર્ડના 50 કરોડ ચૂંટણીમાં વાપરી નાખ્યા
ભાજપના પૂર્વ મંત્રીની ‘રોજગાર યાત્રા’ પૂર્વે ધારાસભ્ય લાડાણી અને ડેરીના ચેરમેન ખટારીયાએ તોપ ફોડી
જૂનાગઢ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. ભાજપથી નારાજ હોવાનું મનાતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરી 01 થી 03 સપ્ટેમ્બર દરમિયાન વંથલી, મેંદરડા અને માણાવદરનો પ્રવાસ કરીને બેરોજગાર યુવાનો અને મહિલાઓ સાથે સંવાદ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ તરત જ રાજનીતિમાં હલચલ મચી ગઈ છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરીયાએ સોશિયલ મીડિયા લાઈવ કરીને જવાહર ચાવડા પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે અને તેમના ભૂતકાળના કાર્યકાળ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
પૂર્વ મંત્રી જવાહર ચાવડા દ્વારા શરૂૂ કરાયેલા રોજગાર સંવાદ અભિયાનને પગલે જૂનાગઢનું રાજકારણ ગરમાયું છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર જીનિંગ ઉદ્યોગને નુકસાન પહોંચાડવા અને સિંચાઈના કામો ન કરવા જેવા આરોપો લગાવ્યા છે. આ સાથે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરીયાએ વધુ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ચાવડાએ માર્કેટ યાર્ડના ચેરમેન તરીકેના 30 વર્ષના કાર્યકાળ દરમિયાન જઊણ ની રૂ. 50 કરોડની રકમ ચૂંટણીમાં વાપરી નાખી હતી. આ સામ-સામેના આરોપોથી જૂનાગઢમાં રાજકીય ચકચાર જાગી છે.
જવાહર ચાવડાની રોજગાર યાત્રાની જાહેરાત બાદ, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને ચાવડા પર તીવ્ર પ્રહારો કર્યા. લાડાણીએ આરોપ લગાવ્યો કે જવાહર ચાવડાના કાર્યકાળ દરમિયાન માણાવદરમાં જીનિંગ ઉદ્યોગ પડી ભાગ્યો, સિંચાઈના કામો થયા નહીં અને રિવરફ્રન્ટ જેવા પ્રોજેક્ટ્સમાં રૂૂપિયાનો બેફામ વેડફાટ થયો. તેમણે સવાલ ઉઠાવ્યો કે જે વ્યક્તિએ સત્તામાં રહીને આ મુદ્દાઓ પર કામ કર્યું નથી, તે હવે બેરોજગારીની વાત કેવી રીતે કરી શકે? માણાવદર અને તેની આસપાસ જીનિંગ ઉધોગ અને ટ્રાન્સપોર્ટ ઉધોગ એક સમયે ધમધમતો હતો પરંતુ પોતાના શાસનકાળ દરમિયાન જવાહર ચાવડાએ આ ઉધોગો માટે કાંઇ કર્યુ નહીં તેથી પડી ભાંગ્યા અને પાંચ હજાર લોકો બેરોજગાર થઇ ગયા છે તે અંગે ચાવડાએ જવાબ આપવો જોઇએ.
ધારાસભ્ય અરવિંદ લાડાણીના આરોપોને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરીયાએ વધુ વેગ આપ્યો. તેમણે સોશિયલ મીડિયા લાઈવ દરમિયાન જવાહર ચાવડા પર અત્યંત ગંભીર આરોપ લગાવ્યો. ખાટરીયાએ જણાવ્યું કે જવાહર ચાવડા 30 વર્ષ સુધી માર્કેટ યાર્ડના ચેરમેન રહ્યા, અને આ સમયગાળામાં તેમણે જઊણ ની રૂ. 50 કરોડ જેટલી મોટી રકમનો ઉપયોગ ચૂંટણીઓમાં કર્યો. આ આરોપથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.