For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ

05:36 PM Dec 11, 2024 IST | Bhumika
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે  રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
Advertisement

સરકાર નવા જંત્રી દર જાહેર કર્યા પછી અમલમાં લાવતાં પહેલાં વાંધા સૂચનો સ્વીકારી રહી છે. રાજકોટ જિલ્લામાંથી અત્યાર સુધી જંત્રીદર સામે 150 વાંધા મળ્યા છે. નવી શરતની જમીનનું પ્રીમિયમ વધુ આવતું હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જંત્રી વાંધા અરજી રજૂ કરવા માટેના સમયગાળો પણ વધારો કરવામાં આવ્યો છે. તેમજ રાજ્યભરમાં ઉગ્ર વિરોધને જોતા અધિકારીઓ પાસેથી પણ સૂચનો મંગાવવામાં આવ્યા છે. રાજકોટ કચેરી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના નવા જંત્રીના ભાવ અંગેની માહિતી મંગાવવામાં આવી હતી તેમજ કયા વિસ્તારમાં કેટલો વધારો કરવો જોઈએ તેના સૂચનો રાજ્ય સરકાર દ્વારા માગવામાં આવ્યા હતા જે સબ રજીસ્ટર કચેરી દ્વારા રાજ્ય સરકારને રાજકોટ શહેરના અલગ- અલગ વિસ્તારનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે.

સબ રજિસ્ટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જંત્રીનો જે ભાવ ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં શહેરના કેટલાય વિસ્તારોમાં ભાવ ખૂબ જ વધારો હોવાનું સામે આવ્યું છે. શહેરના કોઠારીયા, રેલનગર, પોપટ પરા, વિસ્તારમાં જંત્રીના વધુ ભાવ સામે આવ્યું છે. આ અંગે ગાંધીનગર ખાતે સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારમાં રિપોર્ટ મોકલવામાં આવ્યો છે આ ઉપરાંત વોર્ડ નંબર 18 કેટલાક વિસ્તારમાં પણ આપ જંત્રીના ભાવ વધુ પડતા આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યો છે. જ્યારે વોર્ડ નંબર 11,12 અને 17 માં અને જંત્રીના ભાવ બરાબર હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. તાલુકા વિસ્તારોમાં પણ સર્વે કામગીરી હાથ ઉતરવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી હતી અને તેમનો સર્વે પણ કેટલાય વિસ્તારોમાં પૂર્ણ થઇ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે તો કેટલાય વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જિલ્લાનો સર્વે પૂર્ણ થયા બાદ તેમનો પણ રિપોર્ટ રાજ્ય સરકારને આપવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement