જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા અજ્ઞાત પુરુષનું મોત
જામનગર ના લાલવાડી વિસ્તારમાં પોલીસને બીન વારસુ હાલતમાં મળી આવેલા અને સરકારી જી.જી. હોસ્પિટલમાં બેશુદ્ધ અવસ્થામાં દાખલ થયેલા અજાણ્યા યુવાનનું મૃત્યુ નીપજયું હતું. જે યુવાનની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, અને હાલ મૃતદેહ જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂૂમમાં રાખવામાં આવ્યો છે. જેના કોઈ વાલી વારસદારોએ પોલીસનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
જામનગરના સીટી એ. ડીવીઝન પોલિસ સ્ટેશન હેઠળના લાલવાડી વિસ્તારમાંથી તા-01/11/2025 ના કલાક 17/50 વાગ્યે એક અજાણ્યો પુરૂૂષ કે જેનું ટૂંકું નામ નેત્રજાભાઇ નાનાલાલ (ઉ.વ. આશરે 55) બિન વારસુ હાલતમાં મળી આવ્યા હતા, જેને જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.
જેના મૃતદેહ ને હાલ જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂૂમમાં રાખવામાં આવ્યો છે.જેના કોઈ વાલી વારસદારોએ જામનગરના સીટી એ. ડિવિઝનના એ.એસ.આઇ. એચ.આર.બાબરીયા (7228855052, 8849941398) નો સંપર્ક સાધવા અનેરાધ કરાયો છે.