રિક્ષામાં ભૂલી ગયેલ અરજદારના દાગીના ભરેલ બેગ શોધી આપતી જામનગર પોલીસ
જામનગર મહિલા સોનાના ઘરેણા સાથે નો બેગ રિક્ષા માં ભૂલી ગયા હતા પોલીસે સીસીટીવી નું સતત મોનિટરિંગ કરીને ઘરેણા નું બેગ શોધી કાઢી તેના મૂળ માલિક ને સોંપ્યું હતું.
કાજલબેન પરિક્ષિતભાઇ પાઠક (રહે. રામેશ્વરનગર જામનગર) ત્યાં આવ્યા હતા. અને તેઓના જણાવ્યા મુજબ તા.30/11/2025 ના સવારના .10;30 વાગ્યે તેઓના સસરા ના ઘરે થી તેના ઘરે જવા માટે પંચેશ્વર ટાવર થી રામેશ્વરનગર જવા માટે રીક્ષા માં બેઠા હતા. જે રીક્ષામાં તેના 3 બેગ નો સામાન લઇ નિકળેલ અને રામેશ્વર પટેલ વાડી તેના ઘરે રીક્ષા માંથી ઉતરી અને રીક્ષા માં રાખેલ ર બેગ ઉતારેલ અને એક બેગ રીક્ષા ની પાછલી સીટ પાછળ રાખેલ હતી જે ભુલી ગયા હતા. અને આ બેગમાં રૂૂ.2 લાખ 50 હજાર ની કિંમત સોનાના દાગીના તથા કપડા વિગેરે હતા.
જે સોધી આપવા નું જણાવ્યું હતું કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ ના પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલ ના માર્ગદર્શન મુજબ અલગ અલગ સીસીટીવી ફુટેજ ચકાસણી કરી અત્રેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સી.સી.ટી.વી કેમેરા માં જોતા અરજદાર જે રીક્ષામાં બેસેલ હતા તે રીક્ષા નં. જીજે-09 એ એક્સ -5080 વાળી હોવાનું જણાય આવતા સદર રીક્ષા ચાલકનો આરટીઓ માં ડેટા ચેક કરતા સદર રીક્ષાનો માલીક સાબરકાંઠા જિલ્લાનો રહેવાસી હોય અને આરટીઓ ના ડેટા માં ટેલીફોન નંબર અપડેટેડ ન હોવા થી રીક્ષા ને સીસીટીવી એલર્ટ વોચમાં રાખી સતત ત્રણ દિવસ સુધી સીસીટીવી મોનિટરીંગ કરવમાં આવ્યું હતું.જેમાં તા.03/12/2025 ના રોજ રીક્ષા ચાલકને લાલ બંગ્લા સર્કલ થી શોધી ચાલક પાસે થી થેલો મેળવી અરજદાર ને સોંપી આપ્યો હતો. છે.